iCloud બેકઅપ બનાવી કે રિસ્ટોર કરી શકાતો નથી

iPhone
જો તમને iCloudમાંથી બેકઅપ લેવામાં કે રિસ્ટોર કરવામાં મુશ્કેલી નડતી હોય, તો નીચે જણાવેલા સમસ્યા ઉકેલના પગલાં ભરો.
બેકઅપ બનાવી શકાતો નથી
જો તમે iCloud બેકઅપ બનાવી શકતા ન હો, તો:
  • ખાતરી કરો કે તમે iCloudમાં પ્રવેશ માટે વાપરો છો તે Apple IDથી સાઇન ઇન કર્યું હોય.
  • ખાતરી કરો કે iCloud Drive ચાલુ છે. iPhone સેટિંગ પર જાઓ > તમારા નામ પર દબાવો > iCloud > તમારું iCloud Drive ચાલુ છે તેની ખાતરી કરો.
  • iCloud Drive બંધ કરીને પાછી ચાલુ કરો. iPhone સેટિંગ પર જાઓ > તમારા નામ પર દબાવો > iCloud > iCloud Drive ચાલુ અને બંધ કરો.
  • જો તમે કોઈ પણ ડિવાઇસ માટે તમારું Apple ID વાપરીને iCloud Drive ચાલુ કરેલી હોય, તો બેકઅપ લેવા માટે તમારે iOS 12 કે તેના પછીના વર્ઝન પર અપડેટ કરવું પડશે.
  • ખાતરી કરો કે બેકઅપ બનાવવા માટે તમારા iCloud એકાઉન્ટમાં પૂરતી જગ્યા ઉપલબ્ધ છે. તમારા બેકઅપના અસલ કદ કરતાં તમારા iCloud એકાઉન્ટમાં ઓછામાં ઓછી 2.05 ગણી જગ્યા ખાલી હોવી જરૂરી છે.
  • જો તમે મોબાઇલ ડેટા પર બેકઅપ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હો, તો ખાતરી કરો કે તમે iCloud માટે મોબાઇલ ડેટાનો વપરાશ ચાલુ કર્યો છે.
  • WhatsApp > સેટિંગ > ચેટ > ચેટનો બેકઅપ > હમણાં બેકઅપ લો પર જઈને જાતે બેકઅપ લો.
  • કોઈ બીજા નેટવર્ક પર બેકઅપ બનાવવાનો પ્રયત્ન કરો. ખાસ કરીને એવા નેટવર્ક પર જેને તમે વધારે વાપરતા હો.
બેકઅપ રિસ્ટોર કરી શકાતો નથી
જો તમે iCloud બેકઅપ રિસ્ટોર કરી શકતા ન હો, તો:
  • ખાતરી કરો કે તમે એ જ ફોન નંબર અને iCloud એકાઉન્ટ પરથી ડેટા પાછો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, જેનો ઉપયોગ કરીને બેકઅપ લીધો હતો.
  • જો તમે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ રિસ્ટોર કરો છો, તો તમે સાચો પાસવર્ડ અથવા કી વાપરી રહ્યા છો તેની ખાતરી કરો.
  • ખાતરી કરો કે બેકઅપ પાછો મેળવવા માટે તમારા iPhoneમાં પૂરતી જગ્યા છે. તમારા બેકઅપના અસલ કદ કરતાં તમારા iCloud એકાઉન્ટ અને તમારા ફોનમાં ઓછામાં ઓછી 2.05 ગણી જગ્યા ખાલી હોવી જરૂરી છે.
  • જો iCloud Driveનો ઉપયોગ કરીને બેકઅપ લેવાયો હતો, તો તમે માત્ર iOS 12 કે તેના પછીના વર્ઝન ધરાવતા iPhone પર જ તે બેકઅપ રિસ્ટોર કરી શકશો.
  • જો તમે તમારા Apple IDનો ઉપયોગ કરીને કોઈ પણ ડિવાઇસ માટે iCloud Drive ચાલુ કરી હશે, તો તમે iOS 12 કે તેના પછીના વર્ઝન ધરાવતા iPhone પર જ ડેટા રિસ્ટોર કરી શકશો.
  • કોઈ બીજા નેટવર્ક પર બેકઅપ રિસ્ટોર કરવાનો પ્રયત્ન કરો. ખાસ કરીને એવા નેટવર્ક પર જેને તમે વધારે વાપરતા હો.
  • iCloud Drive બંધ કરીને પાછી ચાલુ કરો. iPhone સેટિંગ પર જાઓ > તમારા નામ પર દબાવો > iCloud > iCloud Drive ચાલુ અને બંધ કરો.
  • iCloudમાંથી સાઇન આઉટ કરો અને તમારો iPhone બંધ કરીને ફરી ચાલુ કરો. પછી, iCloud પર પાછું સાઇન ઇન કરો અને બેકઅપ રિસ્ટોર કરવાનો પ્રયત્ન કરો.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં