કોઈ ગ્રૂપમાં ગાયબ થતા મેસેજની સુવિધા કેવી રીતે ચાલુ કે બંધ કરવી

Android
iOS
KaiOS
Web
Mac
ગાયબ થતા મેસેજની સુવિધા ચાલુ કરીને તમે WhatsApp પર ગાયબ થઈ જતા મેસેજ મોકલી શકો છો.
  • તમે ગાયબ થતા મેસેજની સુવિધા ચાલુ કરો, ત્યારે તમે 24 કલાક, 7 દિવસ અથવા 90 દિવસ પછી મેસેજ ગાયબ થવાનું પસંદ કરી શકો છો, સિવાય કે મેસેજ ચેટમાં સેવ કર્યા હોય.
  • ગાયબ થતા મેસેજને ચેટમાં સેવ કરી શકાય છે, જેથી તે ગાયબ થશે નહિ. ચેટમાં સેવ કરેલા મેસેજ વિશે આ લેખમાં વધુ જાણો.
  • તમે હાલની ઘણી ચેટ માટે ગાયબ થતા મેસેજની સુવિધા ચાલુ કરી શકો છો અને ચેટમાં મોકલેલા નવા મેસેજ તમે પસંદ કરેલા સમયગાળા પછી દેખાશે નહિ. તમે સૌથી તાજેતરમાં જે સમયગાળો પસંદ કરો છો, તે ચેટમાં નવા મેસેજને કંટ્રોલ કરે છે, તમે પહેલાં મોકલેલા કે મેળવેલા મેસેજને નહિ.
  • તમે તમારી બધી ચેટ માટે ગાયબ થતા મેસેજની સુવિધા ચાલુ કરવાનું પસંદ કરી શકો છો અથવા ચોક્કસ ચેટ પસંદ કરી શકો છો.

ગાયબ થતાં મેસેજની સુવિધા ચાલુ કરવા માટે

ગ્રૂપ ચેટમાં, ગાયબ થતા મેસેજની સુવિધાને ગ્રૂપના કોઈ પણ સભ્ય ચાલુ કરી શકે છે. જોકે, ગ્રૂપ એડમિન ગ્રૂપનાં સેટિંગ બદલીને ફક્ત એડમિનને જ ગાયબ થતા મેસેજની સુવિધાને ચાલુ કરવાની મંજૂરી આપી શકે છે. ગ્રૂપ એડમિન માટેનાં સેટિંગ કેવી રીતે બદલવાં, તેના વિશે આ લેખમાં જાણો.
  1. જેમાં આ સુવિધા બંધ કરવા માગતા હો તે WhatsApp ગ્રૂપ ચેટ ખોલો.
  2. ગ્રૂપના નામ પર દબાવો.
  3. ગાયબ થતાં મેસેજ પર દબાવો.
    • જો પૂછવામાં આવે, તો ચાલુ રાખો પર દબાવો.
  4. 24 કલાક, 7 દિવસ કે 90 દિવસમાંથી એક પસંદ કરો.
  5. તમે કઈ ચેટમાં આ સુવિધા ચાલુ કરવા માગો છો તે પસંદ કરો.
  6. લાગુ કરો પર દબાવો.
નવી ગ્રૂપ ચેટ બનાવતી વખતે પણ તમે ગાયબ થતા મેસેજ ચાલુ કરી શકો છો.

ગાયબ થતા મેસેજની સુવિધા બંધ કરવા માટે

ગ્રૂપ ચેટમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે ગાયબ થતા મેસેજને બંધ કરી શકે છે, સિવાય કે કોઈ ગ્રૂપ એડમિન તેને ફક્ત એડમિન માટે મર્યાદિત રાખે. જ્યાં સુધી સમયગાળો પસાર થયો ન હોય ત્યાં સુધી તમે ચોક્કસ મેસેજને ચેટમાં સેવ કરવાનું પસંદ કરી શકો છો, જેથી તેને ગાયબ થતા રોકી શકાય, પરંતુ જો તમે ગાયબ થતા મેસેજની સુવિધા બંધ કરવાનું નક્કી કરો છો, તો તેને ચેટમાં સેવ કરવાનો વિકલ્પ તમારી પાસે હશે નહિ.
  1. જેમાં આ સુવિધા બંધ કરવા માગતા હો તે WhatsApp ગ્રૂપ ચેટ ખોલો.
  2. ગ્રૂપના નામ પર દબાવો.
  3. ગાયબ થતાં મેસેજ પર દબાવો.
    • જો પૂછવામાં આવે, તો ચાલુ રાખો પર દબાવો.
  4. બંધ કરો પસંદ કરો.
  5. તમે કઈ ચેટમાં આ સુવિધા બંધ કરવા માગો છો તે પસંદ કરો.
  6. લાગુ કરો પર દબાવો.

સંબંધિત લેખો:

શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?

હા
નહીં