મેસેજ મોકલી કે મેળવી શકાતા નથી

જો WhatsApp પર તમે મેસેજ મેળવી કે મોકલી શકતા ન હો, તો એની પાછળનું સૌથી સામાન્ય કારણ ખરાબ ઇન્ટરનેટ કનેક્શન છે. તમારા ડિવાઇસના ઇન્ટરનેટ કનેક્શનની સમસ્યાઓનું નિવારણ કેવી રીતે કરવું, તે જાણવા માટે આ લેખ જુઓ.
જો તમારું ડિવાઇસ ઇન્ટરનેટ સાથે કનેક્ટ છે પરંતુ તેમ છતાં તમે WhatsApp પર મેસેજ મોકલી કે મેળવી શકતા નથી, તો તમે કેટલીક વસ્તુઓ અજમાવી શકો છો:
  • તમારા ડિવાઇસને બંધ કરીને ફરી ચાલુ કરો.
  • સુનિશ્ચિત કરો કે તમે તમારા ફોન નંબર માટે ખાતરી કરવાની પ્રક્રિયા પૂરી કરી છે. વધુ જાણવા માટે, આ લેખ જુઓ.
  • સુનિશ્ચિત કરો કે WhatsApp પર તમે જે સંપર્કને મેસેજ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તેમનો ફોન નંબર તમારા ડિવાઇસમાં બરાબર સેવ કર્યો છે. વધુ જાણવા માટે, આ લેખ જુઓ.
એવું પણ સંભવ છે કે તમે જે સંપર્કને મેસેજ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તેમણે તમારા ફોન નંબર સાથે સંપર્ક તોડ્યો હોય. વધુ જાણવા માટે, આ લેખ જુઓ.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં