WhatsApp પર સુરક્ષિત કેવી રીતે રહેવું

તમારી અને તમારા મેસેજની સુરક્ષા અમારા માટે બહુ મહત્ત્વની છે. WhatsAppના ઉપયોગ દરમિયાન તમને સુરક્ષિત રહેવામાં મદદરૂપ થવા અમે જે સાધનો અને સુવિધાઓ તૈયાર કરી છે, તે વિશે અમે તમને જણાવવા ઇચ્છીએ છીએ.
અમારી સેવાની શરતો
અમે અમારી સેવાની શરતોની મદદથી WhatsApp પર તમને સુરક્ષિત રાખીએ છીએ. અમારી સેવાની શરતોમાં અમુક એક્ટિવિટીને પ્રતિબંધિત કરવામાં આવી છે, જેમાં (સ્ટેટસ, પ્રોફાઇલ ફોટા કે મેસેજમાં) અયોગ્ય કન્ટેન્ટ શેર કરવાનું સામેલ છે. આવા પ્રકારના કન્ટેન્ટમાં ગેરકાયદેસર, અશ્લીલ, બદનક્ષીભર્યું, ભયદાયક, ધાકધમકીવાળું, પજવણીરૂપ, તિરસ્કારજનક, જાતિ અથવા કોમી રીતે ઘૃણાજનક કે ગેરકાયદેસર કૃત્યની ઉશ્કેરણી કરતું કે અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ સામેલ છે. જો અમને લાગે કોઈ વપરાશકર્તાએ અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કર્યું છે, તો અમે આવા વપરાશકર્તાના WhatsApp એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકીશું.
અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરતી એક્ટિવિટી વિશે વધુ જાણવા કે તેનાં ઉદાહરણો જોવા માટે, કૃપા કરીને અમારી સેવાની શરતો