નોંધણી અને બે વાર ખાતરીની સુવિધા વિશે

જ્યારે તમે WhatsApp એકાઉન્ટ બનાવો છો, ત્યારે તમને બે જુદી સ્ક્રીન જોવા મળશે:
  • નોંધણી: જ્યારે તમે નવું એકાઉન્ટ બનાવો કે તમારા હાલના એકાઉન્ટની ફરી નોંધણી કરો, ત્યારે આ સ્ક્રીન દેખાય છે. તમે ફોન નંબરના માલિક છો તેની ખાતરી કરવા માટે, તમને 6 અંકોનો નોંધણી કોડ નાખવા માટે સ્ક્રીન પર કહેવામાં આવશે, જે કોડ તમને SMS કે ફોન કોલ દ્વારા મોકલવામાં આવ્યો હશે. તમારું એકાઉન્ટ એક્ટિવ કરવા માટેનો એક માત્ર રસ્તો નોંધણી કોડથી તમારા ફોનની ખાતરી કરવાનો છે, અને એ કોડ તમે તમારા ફોન પર મેળવી શકતા હોવા જોઈએ.
  • બે વાર ખાતરી: તમે WhatsApp પર તમારા ફોનની સફળતાપૂર્વક નોંધણી કરી લો ત્યાર બાદ આ સ્ક્રીન દેખાય છે. બે વાર ખાતરીની સુવિધા વૈકલ્પિક છે, જે તમારા WhatsApp એકાઉન્ટ પર વધુ સુરક્ષા ઉમેરી આપે છે. આ સુવિધા ચાલુ કરો ત્યારે, તમે એક અજોડ પિન બનાવો છો અને એની ખાતરી કરો છો, જે તમારા એકાઉન્ટમાં પ્રવેશ મેળવવા જરૂરી બને છે. બે વાર ખાતરીનો પિન નંબર તમે SMS કે ફોન કોલથી મેળવતા 6 અંકોના નોંધણી કોડથી જુદો છે. તમે આ લેખમાં બે વાર ખાતરી વિશે વધુ શીખી શકો છો.
જો તમે બે વાર ખાતરીની સુવિધા ચાલુ કરી ન હોય, પરંતુ પિન લખવા માટે સ્ક્રીન પર પૂછવામાં આવે, તો ફોન નંબરના જૂના માલિકે એ સુવિધા ચાલુ કરી હોઈ શકે. આ કિસ્સામાં, તમારે તમારા એકાઉન્ટ માટે પિનને ફરી સેટ કરતા પહેલાં 7 દિવસ રાહ જોવી પડી શકે.
જો તમે તમારો પિન નંબર ભૂલી ગયા હો અને તમે સફળતાપૂર્વક તમારો ફોન નંબર WhatsApp પર નોંધણી કરેલો હોય, તો તમારા એકાઉન્ટમાં પ્રવેશ મેળવવા માટે પિન ભૂલી ગયા? > બંધ કરો પર દબાવો.
નોંધ: WhatsApp એક સમયે એક ફોન નંબરથી એક જ ડિવાઇસ પર ચલાવી શકાય છે. WhatsApp પર સફળતાપૂર્વક તમારા ફોન નંબરની નોંધણી કર્યા પછી, કોઈ કદાચ તમારું એકાઉન્ટ વાપરતું હોય તો પણ તેમાંથી આપમેળે લોગ આઉટ થઈ જાય છે અને તમારું એકાઉન્ટ સુરક્ષિત રહે છે.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં