ડેસ્કટોપ કૉલિંગ સુવિધા વાપરવામાં મુશ્કેલી આવી રહી છે

વેબ અને ડેસ્કટોપ
Windows
જો તમને ડેસ્કટોપ કૉલ કરવા કે મેળવવામાં મુશ્કેલી આવી રહી હોય તો:
  • તમારું કમ્પ્યૂટર અને ફોન ઇન્ટરનેટથી કનેક્ટ થયેલા છે અને તમારી પાસે સારું ઇન્ટરનેટ કનેક્શન છે તેની ખાતરી કરો.
  • WhatsAppને ઉપલબ્ધ લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરો.
  • તમારા ડિવાઇસ પર ડેસ્કટોપ કૉલિંગ સપોર્ટ કરે છે તેની ખાતરી કરો. ડેસ્કટોપ કૉલિંગ Windows 10 64-બિટ 1903 અને તે પછીના વર્ઝન અને macOS 10.13 અને તે પછીના વર્ઝન પર ઉપલબ્ધ છે.
  • તમારી પાસે માઇક્રોફોન, કેમેરા અને સ્પીકર છે તેની ખાતરી કરો.
  • તમારા કમ્પ્યૂટરના સાઉન્ડ સેટિંગ મારફતે તમારા માઇક્રોફોન અને સ્પીકરની સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરો.
  • ઓડિયો સારો સંભળાય તે માટે હેડસેટનો ઉપયોગ કરો. અલગથી બહારનો માઇક્રોફોન અને સ્પીકર ડિવાઇસ વાપરવાથી પડઘા પડી શકે છે.
  • તમારો કેમેરો ઉપલબ્ધ છે તેની ખાતરી કરો.
  • તમે તમારો માઇક્રોફોન અને કેમેરા વાપરવાની WhatsAppને પરવાનગી આપી છે તેની ખાતરી કરો.
નોંધ:
  • અત્યારે WhatsApp ડેસ્કટોપ પર ગ્રૂપ કૉલની સુવિધા સપોર્ટ કરતી નથી.
  • વર્ચ્યુઅલ ઓડિયો અને વીડિયો ડિવાઇસ સપોર્ટ કરતા નથી.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં