સ્ટેટસની પ્રાઇવસી વિશે

iPhone
Android
KaiOS
તમારી સ્ટેટસ અપડેટ કોઈ વ્યક્તિ ત્યારે જ જોઈ શકશે જયારે તમારો અને સામેની વ્યક્તિનો ફોન નંબર એકબીજાની એડ્રેસ બુકમાં હોય. તમે તમારી સ્ટેટસ અપડેટને તમારા બધા સંપર્કો અથવા ખાસ પસંદ કરેલા સંપર્કો સાથે શેર કરી શકો છો. મૂળભૂત રીતે, તમારી સ્ટેટસ અપડેટ તમારા બધા સંપર્કો સાથે શેર કરવામાં આવે છે.
તમારા સ્ટેટસની પ્રાઇવસી બદલવા માટે
 1. સ્ટેટસ પર દબાવો.
  • Android: વધુ વિકલ્પો
   > સ્ટેટસ પ્રાઇવસી પર દબાવો.
  • iPhone: પ્રાઇવસી પર દબાવો.
 2. નીચેનામાંથી એક વિકલ્પ પસંદ કરો:
  • મારા સંપર્કો: તમારા બધા જ સંપર્કો તમારી સ્ટેટસ અપડેટ જોઈ શકશે.
  • આ સિવાયના મારા સંપર્કો…: તમે જેમને બાકાત રાખ્યા હોય તે સિવાયના તમારા ફોનની એડ્રેસ બુકના સંપર્કો જ તમારી સ્ટેટસ અપડેટ જોઈ શકશે.
  • ફક્ત આમની સાથે જ શેર કરો…: તમે પસંદ કર્યા હોય એ જ સંપર્કો તમારી સ્ટેટસ અપડેટ જોઈ શકશે.
નોંધ:
 • તમારાં પ્રાઇવસી સેટિંગમાં કરેલા ફેરફારોની અસર, અગાઉ મોકલેલી સ્ટેટસ અપડેટ પર પડશે નહિ.
 • જો તમે વંચાયાની ખાતરી બંધ કરી છે, તો કોણે તમારી સ્ટેટસ અપડેટ જોઈ છે તે તમે જોઈ શકશો નહિ. જો કોઈ સંપર્કે વંચાયાની ખાતરી બંધ કરી છે, તો તેમણે તમારી સ્ટેટસ અપડેટ જોઈ છે કે નહિ એ તમે જોઈ શકશો નહિ.
Facebook સ્ટોરી અને બીજી ઍપ પર સ્ટેટસ અપડેટને શેર કરવા માટે
જો તમે તમારી સ્ટેટસ અપડેટ શેર કરો, તો તમારી સ્ટેટસ અપડેટનું કન્ટેન્ટ બીજી ઍપ સાથે શેર કરવામાં આવશે. સ્ટેટસ અપડેટ શેર કરતી વખતે, WhatsApp તમારા એકાઉન્ટની માહિતી Facebook કે બીજી ઍપ સાથે શેર કરશે નહિ.
સંબંધિત લેખો
 • Android | iPhone પર સ્ટેટસ કેવી રીતે વાપરવું
 • બીજી ઍપ પર WhatsApp સ્ટેટસ અપડેટ કેવી રીતે શેર કરી શકાય તે આ લેખમાં જાણો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં