સંપર્ક કેવી રીતે ડિલીટ કરવો

Android
iOS
WhatsApp તમારા ફોનની એડ્રેસ બુકમાં પ્રવેશ કરીને તમારા કયા સંપર્કો WhatsApp વાપરે છે, તેની ઓળખ કરે છે. તમે તમારા ફોનની એડ્રેસ બુકમાંથી કોઈ સંપર્કને ડિલીટ કરી શકો છો, પરંતુ તમે WhatsAppમાંથી કોઈ સંપર્કને ડિલીટ કરી શકતા નથી.
તમારી એડ્રેસ બુકમાંથી કોઈ સંપર્કને ડિલીટ કરવા માટે:
  1. WhatsApp ખોલીને ચેટ ટેબ પર જાઓ.
  2. નવી ચેટ
    new chat
    પર દબાવો > તમે ડિલીટ કરવા માગતા હો, તે સંપર્કને શોધો અથવા પસંદ કરો.
  3. સૌથી ઉપર તે સંપર્કના નામ પર દબાવો.
  4. ફેરફાર કરો > સૌથી નીચે સરકાવો અને સંપર્ક ડિલીટ કરો પર દબાવો.
તમારા ફોનની એડ્રેસ બુકમાંથી કોઈ સંપર્ક ડિલીટ કરવાથી તમારી તેમની સાથેની જૂની ચેટ ડિલીટ થશે નહિ. ચેટ કેવી રીતે ડિલીટ કરવી, તેના વિશે તમે આ લેખમાં જાણી શકો છો.

શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?

હા
નહીં