ગ્રૂપ કેવી રીતે છોડવા અને તેને ડિલીટ કેવી રીતે કરવા

Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
જો તમે ગ્રૂપ એડમિન હો, તો તમે ગ્રૂપના બધા સભ્યો માટે ગ્રૂપને ડિલીટ કરી શકો છો. તમે ગ્રૂપને ડિલીટ કરો તે પહેલાં, તમારે ગ્રૂપના બધા સભ્યોને દૂર કરીને પછી જ ગ્રૂપમાંથી બહાર નીકળવું જોઈએ.
તમે ગ્રૂપને ડિલીટ કરો પછી તમે તમારા ચેટ લિસ્ટમાં એ ગ્રૂપને હવે જોઈ શકશો નહિ અને તમારા ફોન પરથી એ ગ્રૂપની જૂની ચેટ ભૂંસાઈ જશે. અન્ય સભ્યોને હજી પણ તેમના ચેટ લિસ્ટમાં ગ્રૂપ દેખાશે. જોકે, કોઈ પણ મેસેજ મોકલી શકશે નહિ.
ગ્રૂપના સભ્યોને દૂર કરવા માટે
 1. WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી ગ્રૂપના નામ પર ક્લિક કરો.
 2. સભ્યના નામની બાજુમાં
  પર ક્લિક કરીને > દૂર કરો > દૂર કરો પર ક્લિક કરો.
કોઈ ગ્રૂપને છોડવા માટે
ગ્રૂપ ચેટને ડિલીટ કરવા માટે, પહેલા તમારે એે ગ્રૂપમાંથી બહાર નીકળી જવું પડશે.
 1. WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી ગ્રૂપના નામ પર ક્લિક કરો.
  • વૈકલ્પિક રીતે, તમારા ચેટ લિસ્ટમાં ગ્રૂપની ઉપર કર્સર ફેરવો, પછી
   પર ક્લિક કરો.
 2. > છોડો પર ક્લિક કરો.
કોઈ ગ્રૂપને ડિલીટ કરવા માટે
તમે ગ્રૂપ છોડો એટલે તમારી પાસે એ ગ્રૂપને ડિલીટ કરવાનો વિકલ્પ છે.
 1. WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી ગ્રૂપના નામ પર ક્લિક કરો.
  • વૈકલ્પિક રીતે, તમારા ચેટ લિસ્ટમાં ગ્રૂપની ઉપર કર્સર ફેરવો, પછી
   પર ક્લિક કરો.
 2. > ડિલીટ કરો પર ક્લિક કરો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં