જો તમારો ફોન નંબર પહેલેથી જ WhatsApp પર દેખાઈ રહ્યો હોય, તો શું કરવું

બધાં WhatsApp એકાઉન્ટ મોબાઇલ નંબરો સાથે જોડાયેલા હોય છે. મોબાઇલ પ્રોવાઇડર દ્વારા ફોન નંબરને ફરીથી બીજા ગ્રાહકને આપવામાં આવતો હોવાની બાબત સામાન્ય હોવાથી, શક્ય છે કે તમારા હાલના ફોન નંબરના પહેલાંના માલિકે એ નંબર WhatsApp માટે વાપર્યો હોય.
જો તમારા ફોન નંબરના પહેલાંના માલિકે તેનું WhatsApp એકાઉન્ટ ડિલીટ ન કર્યું હોય, તો તમે નવું એકાઉન્ટ એક્ટિવેટ કરો એ પહેલાં જ તમે અને તમારા સંપર્કો WhatsAppમાં તમારો નંબર જોઈ શકો છો. તમે તમારા ફોન નંબર સાથે કોઈ બીજાનો પ્રોફાઇલ ફોટો અને 'તમારા વિશે' વિભાગ જોડાયેલો પણ જોઈ શકો છો.
ચિંતાની કોઈ વાત નથી. આનો અર્થ એમ છે કે જૂનું એકાઉન્ટ ડિલીટ કરાયું ન હતું, તેથી સિસ્ટમમાં હજી પણ જૂની માહિતી રહી ગઈ છે. આનો એ અર્થ નથી કે ફોન નંબરના પહેલાંના માલિક તમે તમારા નવા ફોન નંબરથી એક્ટિવ કરેલા WhatsApp એકાઉન્ટમાં પ્રવેશ કરી શકશે. તમારી વાતચીત અને અન્ય WhatsApp ડેટા સુરક્ષિત છે.
જૂના કે બંધ થઈ ગયેલા નંબરોથી જોડાયેલી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે, અમે એ વાતનું ધ્યાન રાખીએ છીએ કે WhatsApp એકાઉન્ટ પર કેટલા દિવસથી એક્ટિવિટી થઈ નથી. જો 45 દિવસ સુધી એકાઉન્ટનો ઉપયોગ કરવામાં ન આવે અને ત્યારબાદ તેને જુદા મોબાઇલ ડિવાઇસ પર નવેસરથી એક્ટિવેટ કરવામાં આવે, તો અમે માની લઈએ છીએ કે આ નંબર પહેલાં બીજા કોઈએ વાપર્યો હતો અને હવે તેનું મલિક કોઈ બીજું છે. આ સમયે, અમે તે નંબર સાથે જોડાયેલા જૂના એકાઉન્ટના ડેટાને દૂર કરી દઈશું. જેમ કે પ્રોફાઇલ ફોટો અને 'તમારા વિશે' વિભાગ.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં