ગ્રૂપમાં ફેરફાર કેવી રીતે કરવા

Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
ગ્રૂપનો કોઈ પણ સભ્ય મૂળભૂત રીતે ગ્રૂપના નામ, ફોટો કે વર્ણનમાં ફેરફાર કરી શકે છે અથવા ગ્રૂપમાં મેસેજ મોકલી શકે છે. જોકે, કોઈ ગ્રૂપ એડમિન ગ્રૂપનાં સેટિંગ બદલીને માત્ર એડમિનને જ ગ્રૂપની માહિતીમાં ફેરફાર કરવા કે નવા સભ્યોની મંજૂરી આપવાની પરવાનગી આપી શકે છે.
ગ્રૂપની માહિતીમાં ફેરફાર કરવા વિશે
ગ્રૂપનું નામ બદલવા માટે
  1. WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી ગ્રૂપના નામ પર દબાવો.
    • વૈકલ્પિક રીતે, ચેટ ટેબમાં ગ્રૂપને ડાબી બાજુએ સરકાવો. પછી
      > ગ્રૂપની માહિતી પર દબાવો.
  2. ગ્રૂપના નામ પર દબાવો.
  3. નવું નામ લખો, પછી સેવ પર દબાવો.
    • નામની મર્યાદા 100 અક્ષરોની છે.
ગ્રૂપનો ફોટો બદલવા માટે
  1. WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી ગ્રૂપના નામ પર દબાવો.
    • વૈકલ્પિક રીતે, ચેટ ટેબમાં ગ્રૂપને ડાબી બાજુએ સરકાવો. પછી
      > ગ્રૂપની માહિતી પર દબાવો.
  2. પર દબાવો.
  3. ફોટો રિસેટ કરો, ફોટો પાડો, ફોટો પસંદ કરો, ઇમોજી અને સ્ટિકર પસંદ કરો અથવા નવો ફોટો ઉમેરવા માટે વેબ પર શોધો.
ગ્રૂપનું વર્ણન બદલવા માટે
  1. WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી ગ્રૂપના નામ પર દબાવો.
    • વૈકલ્પિક રીતે, ચેટ ટેબમાં ગ્રૂપને ડાબી બાજુએ સરકાવો. પછી
      > ગ્રૂપની માહિતી પર દબાવો.
  2. ગ્રૂપનાં વર્ણન પર દબાવો.
  3. નવું વર્ણન લખો, પછી સેવ પર દબાવો.
નવા સભ્યોને ગ્રૂપ એડમિન તરીકે મંજૂરી આપવા માટે
જો ગ્રૂપ સેટિંગમાં નવા સભ્યોને મંજૂર કરો ચાલુ હોય, તો એડમિને ગ્રૂપમાં જોડાવા માગતી કોઈ પણ વ્યક્તિને મંજૂરી આપવી જરૂરી છે.
  1. જો કોઈ વિનંતીઓ બાકી હશે, તો ચેટ ટેબ પર ગ્રૂપના નામની નીચે એક નોટિફિકેશન હશે.
  2. બાકી સભ્યોમાં પ્રવેશ કરવા માટે બાકી વિનંતીઓના મેસેજ પર દબાવો.
  3. જો તમે કોઈ વ્યક્તિને મંજૂર કરો છો, તો તેઓને ગ્રૂપમાં ઉમેરવામાં આવશે. જો તમે તેમની વિનંતી કાઢી નાખો છો, તો તેઓને ઉમેરવામાં આવશે નહિ.
સંબંધિત લેખ:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં