આપમેળે ડાઉનલોડ થવાની સુવિધા કેવી રીતે સેટ કરવી

મૂળ સેટિંગ પ્રમાણે, WhatsApp તમને તમારા નવા ફોટા જલદીથી બતાવવા માટે, તમારું મોબાઇલ ઇન્ટરનેટ વાપરીને ફોટાને આપમેળેે ડાઉનલોડ કરી દેશે. ઓડિયો અને વીડિયો માત્ર વાઇ-ફાઇ પર આપમેળે ડાઉનલોડ થશે.

WhatsApp > સેટિંગ > ડેટા અને સ્ટોરેજ ખોલીને તમે તમારી પસંદગીઓનું સંચાલન કરી શકો છો. અહીં તમે પસંદ કરી શકો છો કે WhatsApp ક્યારે ફોટા, ઓડિયો, વીડિયો અને ડોક્યુમેન્ટ આપમેળે ડાઉનલોડ કરશે. દરેક પ્રકારનાં મીડિયા પર દબાવો અને ક્યારેય નહિ, વાઇ-ફાઇ અથવા વાઇ-ફાઇ અને મોબાઇલ પસંદ કરો.
નોંધ: કોરોના વાઇરસ (COVID-19)ની વૈશ્વિક મહામારી દરમિયાન મોબાઇલ નેટવર્ક પર વધનારા સંભવિત ટ્રાફિકને પહોંચી વળવા માટે WhatsApp બીજી સેવાઓ સાથે જોડાઈ રહી છે. મોબાઇલ નેટવર્કમાં આવતી સમસ્યાને ઓછી કરવા માટે અમે અમુક ચૂંટેલાં ક્ષેત્રોમાં ડોક્યુમેન્ટ, વીડિયો અને ઓડિયો મેસેજ માટે આપમેળે ડાઉનલોડ થવાની સુવિધા બંધ કરી દીધી છે.
ક્યારેય નહિ
મીડિયા ક્યારેય પણ આપમેળે ડાઉનલોડ નહિ થાય. ડાઉનલોડ કરવા તમારે જાતે દરેક ફાઇલ પર દબાવવું પડશે.
નોંધ: જો તમે તમારાં આપમેળે ડાઉનલોડ કરો સેટિંગને ક્યારેય નહિ પર સેટ કરો છો, તો તમારા વીડિયો અપમેળે ડાઉનલોડ થશે નહીં. તેમ છતાં, એક વાર તમે પ્લે બટન દબાવશો ત્યારે વીડિયો તરત જ ચાલુ થશે અને બેકગ્રાઉન્ડમાં ડાઉનલોડ થવાની પ્રક્રિયા ચાલુ રહેશે.
વાઇ-ફાઇ
જ્યારે તમે કોઈ વાઇ-ફાઇ હોટસ્પોટ જેમ કે તમારા ઘરના ઇન્ટરનેટ સાથે જોડાયેલા હશો, ત્યારે મીડિયા આપમેળે ડાઉનલોડ થશે.
વાઇ-ફાઇ અને મોબાઇલ
જ્યારે પણ તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન હશે, ત્યારે મીડિયા આપમેળે ડાઉનલોડ થશે.
જો તમારી પાસે મર્યાદિત ઇન્ટરનેટનો પ્લાન હોય, તો અમારી સલાહ છે કે તમે માત્ર વાઇ-ફાઇ સાથે જોડાયેલા હો ત્યારે જ મીડિયાને આપમેળે ડાઉનલોડ કરવાની પરવાનગી આપો.
સંબંધિત લેખો:
Android પર આપમેળે ડાઉનલોડ થવાની સુવિધા કેવી રીતે સેટ કરવી
શું આ મદદરૂપ હતું?
હા
નહીં