Android ઍપ લૉક કેવી રીતે વાપરવું

Android
પ્રાઇવસીના એક વધારાના ઉપાય તરીકે, તમે તમારા ફોન પર WhatsApp માટે ઍપ લૉક ચાલુ કરી શકો છો. જ્યારે આ ચાલુ હોય, ત્યારે તમારે ઍપનું લૉક ખોલી તેમાં પ્રવેશ કરવા માટે તમારી ફિંગરપ્રિન્ટ કે ચહેરાનો ઉપયોગ કરવો પડશે. જો ઍપ લૉક થયેલી હોય તો પણ તમે કૉલ ઉપાડી શકો છો.
આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારે તમારા ફોનના સેટિંગમાં ફિંગરપ્રિન્ટ કે ચહેરાના સ્કેનિંગ જેવા બાયોમેટ્રિક્સ સેટ અપ કરવાની જરૂર પડશે.
ઍપ લૉક ચાલુ કરવા માટે
  1. WhatsApp ખોલો > વધુ વિકલ્પો
    > સેટિંગ > પ્રાઇવસી પર દબાવો.
  2. નીચે તરફ સ્ક્રોલ કરીને ઍપ લૉક પર દબાવો.
  3. બાયોમેટ્રિક વાપરીને ખોલો ચાલુ કરો.
  4. ખાતરી કરવા માટે ફિંગરપ્રિન્ટ સેન્સરને સ્પર્શ કરો અથવા તમારો ચહેરો સ્કેન કરો.
  5. ફિંગરપ્રિન્ટ પ્રમાણીકરણ દેખાય તે પહેલાં કેટલા સમયમાં ફરી ઓળખ આપવી પડે તે તમે પસંદ કરી શકો છો.
    • જો તમે નવા મેસેજના નોટિફિકેશનમાં લખેલો મેસેજ પ્રિવ્યૂ કરવા માગતા હો, તો નોટિફિકેશનમાં કન્ટેન્ટ બતાવો ચાલુ કરો.
ઍપ લૉક બંધ કરવા માટે
  1. WhatsApp ખોલો > વધુ વિકલ્પો
    > સેટિંગ > પ્રાઇવસી પર દબાવો.
  2. નીચે તરફ સ્ક્રોલ કરીને ઍપ લૉક પર દબાવો.
  3. બાયોમેટ્રિક વાપરીને ખોલો બંધ કરો.
નોંધ:
  • ફિંગરપ્રિન્ટ લૉકની સુવિધા Android 6.0 અને તેના પછીનું વર્ઝન કે જે Google ફિંગરપ્રિન્ટ APIને સપોર્ટ કરે છે, તેવા Android ડિવાઇસ પર જ ઉપલબ્ધ છે.
  • આ સુવિધા માત્ર એવા Android ડિવાઇસ પર જ ઉપલબ્ધ છે કે જેમાં ચહેરો સ્કેન કરવાની સુવિધા છે.
  • આ સુવિધા Samsung Galaxy S5, Samsung Galaxy Note 4 કે Samsung Galaxy Note 8 પર સપોર્ટ કરતી નથી.
  • ચહેરા અને ફિંગરપ્રિન્ટ પ્રમાણીકરણ સંપૂર્ણપણે તમારા ડિવાઇસમાં જ થાય છે. WhatsAppને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે તમારા ડિવાઇસની ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા સ્ટોર કરવામાં આવતી બાયોમેટ્રિકની માહિતીમાં પ્રવેશ કરી શકતું નથી.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં