કૉલ વેઇટિંગની સુવિધા કેવી રીતે વાપરવી

Android
iPhone
જો તમે WhatsApp વોઇસ કે વીડિયો કૉલ પર હો ત્યારે કોઈ તમને કૉલ કરવાનો પ્રયત્ન કરે, તો તમને કૉલના પ્રકાર મુજબ નોટિફિકેશન મળશે અને તમે કૉલ ઉપાડવાનું કે નકારવાનું પસંદ કરી શકો છો. આનાથી તમારા ચાલુ કૉલમાં કોઈ વિક્ષેપ નહિ પડે.
જો તમને કોઈ WhatsApp પર કૉલ કરે
તો તમે નીચેના વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો:
  • મૂકો અને ઉપાડો: તમારો ચાલુ કૉલ મૂકીને આવી રહેલો કૉલ ઉપાડો.
  • નકારો: આવી રહેલો કૉલ નકારો અને ચાલુ કૉલ પર બન્યા રહો.
જો તમને કોઈ WhatsAppની બહારથી કૉલ કરે
જ્યારે તમે WhatsApp વોઇસ કે વીડિયો કૉલ પર હો, ત્યારે જો તમને કોઈ WhatsApp સિવાય લેન્ડલાઇન કે મોબાઇલ ફોનથી કૉલ કરવાનો પ્રયત્ન કરે, તો તમે આ દબાવી શકો છો:
  • મૂકો અને ઉપાડો: તમારો ચાલુ કૉલ મૂકીને આવી રહેલો કૉલ ઉપાડો.
  • નકારો: આવી રહેલો કૉલ નકારો અને ચાલુ કૉલ પર બન્યા રહો.
નોંધ:
  • બની શકે કે WhatsAppની બહારથી કૉલ કરવા પર તમને નેટવર્કની સેવા પૂરી પાડતી કંપની મુજબ ચાર્જ લાગે. જો તમે રોમિંગ પર હો કે ઇન્ટરનેટનું બેલેન્સ પતી ગયું હોય, તો બની શકે કે WhatsApp પરથી કરેલા વોઇસ કે વીડિયો કૉલનો પણ ચાર્જ લાગે.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં