લાઇવ લોકેશન કેવી રીતે વાપરવું

Android
iPhone
લાઇવ લોકેશનની સુવિધા તમને તમારું વર્તમાન લોકેશન વ્યક્તિગત ચેટમાં કે ગ્રૂપના સભ્યો સાથે ચોક્કસ સમય માટે શેર કરવાની સગવડ આપે છે. તમારું લાઇવ લોકેશન શેર કરવું કે નહિ અને કેટલા સમય માટે કરવું એના પર તમારું નિયંત્રણ રહેશે. તમે કોઈ પણ સમયે તમારા લાઇવ લોકેશનને શેર કરવાનું બંધ પણ કરી શકો છો. એક વાર બંધ કે સમય પૂરો થઈ ગયા બાદ, તમારું લાઇવ લોકેશન શેર કરવામાં આવતું નથી. તમે જેમની સાથે તમારું લાઇવ લોકેશન શેર કર્યું હતું તેઓ એક સ્થિર ફોટા તરીકે તમારું લોકેશન જોવાનું ચાલુ રાખી શકશે અને ફોટા પર દબાવીને તમારું છેલ્લે અપડેટ થયેલું લોકેશન જોઈ શકશે.
આ સુવિધા એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે, એનો અર્થ એવો થયો કે તમે જે લોકો સાથે લાઇવ લોકેશન શેર કર્યું છે એ સિવાય બીજું કોઈ તમારું લાઇવ લોકેશન જોઈ શકતું નથી. WhatsApp પર સુરક્ષા વિશે વધુ જાણવા માટે, WhatsApp સુરક્ષા પર જાઓ. WhatsAppની પ્રાઇવસીની પ્રસ્થાપિત રીતો વિશે વધુ માહિતી મેળવવા તમે અમારી પ્રાઇવસી પોલિસી પણ વાંચી શકો છો.
તમારું લાઇવ લોકેશન શેર કરવા માટે
 1. તમારા ફોનના સેટિંગ > ઍપ અને નોટિફિકેશન > વિગતવાર વિકલ્પો > ઍપની પરવાનગીઓ > લોકેશન પર જઈને WhatsApp માટે લોકેશનની પરવાનગી ચાલુ કરો. વૈકલ્પિક રીતે, જો તમે હમણાં જ WhatsApp ખોલ્યું હોય, તો તમે તમારા ફોનના સેટિંગ > ઍપ અને નોટિફિકેશન > WhatsApp > પરવાનગીઓમાં જઈને > લોકેશન માટેની પરવાનગી ચાલુ કરો.
 2. કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
 3. જોડો
  > લોકેશન > લાઇવ લોકેશન શેરે કરો પર દબાવો.
 4. તમે જેટલા સમય માટે તમારું લાઇવ લોકેશન શેર કરવા માગતા હો, એ સમયગાળો પસંદ કરો. નક્કી કરેલો સમય પૂરો થતા તમારું લાઇવ લોકેશન શેર કરવાનું બંધ કરાશે.
  • વૈકલ્પિક રીતે, કોઈ કોમેન્ટ ઉમેરો.
 5. મોકલો
  પર દબાવો.
તમારું લાઇવ લોકેશન શેર કરવાનું આમ બંધ કરો
કોઈ ચોક્કસ ચેટ કે ગ્રૂપમાં તમારું લાઇવ લોકેશન શેર કરવાનું બંધ કરવા માટે
 1. વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
 2. શેર કરવાનું બંધ કરો > બંધ કરો પર દબાવો.
બધી ચેટ અને ગ્રૂપમાં તમારું લાઇવ લોકેશન શેર કરવાનું બંધ કરવા માટે
 1. વધુ વિકલ્પો
  > સેટિંગ > પ્રાઇવસી > લાઇવ લોકેશન પર દબાવો.
 2. શેર કરવાનું બંધ કરો > બંધ કરો પર દબાવો.
નોંધ:
 • તમે કોઈ પણ સમયે તમારા ફોનના સેટિંગ > ઍપ અને નોટિફિકેશન > વિગતવાર વિકલ્પો > ઍપની પરવાનગીઓ > લોકેશન પર જઈને WhatsApp માટે લોકેશનની પરવાનગી બંધ કરી શકો છો.
 • વૈકલ્પિક રીતે, જો તમે હમણાં જ WhatsApp ખોલ્યું હોય, તો તમે તમારા ફોનના સેટિંગ > ઍપ અને નોટિફિકેશન > WhatsApp > પરવાનગીઓમાં જઈને > લોકેશન બંધ કરો.
સંબંધિત લેખ:
iPhone પર લાઇવ લોકેશન કેવી રીતે વાપરવું
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં