વિનંતી કરી ન હોવા છતાં ખાતરીનો કોડ મળ્યો છે

તમારા એકાઉન્ટની સુરક્ષા માટે, જ્યારે કોઈ તમારા ફોન નંબરથી WhatsApp એકાઉન્ટની નોંધણી કરવાનો પ્રયત્ન કરશે, ત્યારે WhatsApp તમને પુશ નોટિફિકેશન મોકલશે. તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવા, કોઈની પણ સાથે તમારો ખાતરી કોડ શેર કરશો નહિ.
તમને આ નોટિફિકેશન મળવાનો અર્થ એમ છે કે કોઈએ તમારો ફોન નંબર વાપરીને ખાતરી કોડની વિનંતી કરી છે. મોટેભાગે આવું જ્યારે કોઈ વપરાશકર્તા નોંધણી કરતી વખતે પોતાના નંબરની જગ્યાએ ભૂલથી તમારો નંબર લખી બેસે ત્યારે અને કોઈ જાણીજોઈને તમારા એકાઉન્ટમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે ત્યારે થાય છે.
તમારે ક્યારેય પણ તમારો WhatsAppનો ખાતરી કોડ બીજા સાથે શેર કરવો જોઈએ નહિ. જો કોઈ તમારા એકાઉન્ટમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે, તો આમ કરવા તેઓને તમારા ફોન નંબર પર SMSથી મોકલેલા ખાતરી કોડની જરૂર પડશે. આ કોડ વગર, તમારા એકાઉન્ટમાં પ્રવેશવાનો પ્રયત્ન કરતી કોઈ પણ વ્યક્તિ ખાતરીની પ્રક્રિયા પૂરી કરી શકશે નહિ અને WhatsApp પર તમારો ફોન નંબર વાપરી શકશે નહિ. એટલે કે, તમારા WhatsApp એકાઉન્ટનો કંટ્રોલ તમારી પાસે જ રહેશે.
નોંધ
  • WhatsApp પાસે તમારા WhatsApp એકાઉન્ટની ખાતરી કરવાનો પ્રયત્ન કરી રહેલી વ્યક્તિને ઓળખવા માટે પૂરતી માહિતી હોતી નથી.
  • WhatsApp શરૂથી અંત સુધી સુરક્ષિત છે અને મેસેજ તમારા ડિવાઇસમાં સચવાય છે, જેથી બીજા ડિવાઇસ પરથી જો કોઈ તમારા એકાઉન્ટમાં પ્રવેશે, તો એ તમારી જૂની વાતચીત વાંચી નહિ શકે.
રિસોર્સ
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં