મીડિયા કેવી રીતે મોકલવું

Android
iPhone
વેબ અને ડેસ્કટોપ
Windows

મીડિયા, ડોક્યુમેન્ટ, લોકેશન કે સંપર્કો મોકલવા માટે
 1. કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
 2. જોડો
  પર દબાવો. પછી, આ મુજબ દબાવો:
  • કેમેરા તમારા કેમેરાથી નવો ફોટો કે વીડિયો લેવા માટે. નોંધ: WhatsApp વાપરીને રેકોર્ડ કરવામાં આવતા વીડિયો 16MB સુધીની મર્યાદામાં હોય છે.
  • ફોટો અને વીડિયો લાઇબ્રેરી તમારા iPhoneના ફોટા અથવા આલ્બમમાંથી ફોટો કે વીડિયો પસંદ કરવા માટે. ફોટો અને વીડિયો પસંદ કર્યા પછી, એક સમયે એકથી વધુ ફોટા અને વીડિયો પસંદ કરવા માટે નીચે ડાબી બાજુ પર ઉમેરો
   પર દબાવો.
  • ડોક્યુમેન્ટ iCloud Drive કે Google Drive, Dropbox, વગેરેમાંથી ડોક્યુમેન્ટ પસંદ કરવા માટે. નોંધ: ડોક્યુમેન્ટ મોકલવાનું ફક્ત iOS 12 અને તેના પછીના વર્ઝન પર જ ઉપલબ્ધ છે. વધુમાં વધુ 2GB સુધીની ફાઇલ મોકલવાની પરવાનગી છે.
  • તમારું લોકેશન કે નજીકની જગ્યા મોકલવા માટે લોકેશન પર દબાવો.
  • સંપર્ક સંપર્કની માહિતી મોકલવા માટે. સામાન્ય રીતે, ફોનની એડ્રેસ બુકમાં પસંદ કરેલા સંપર્કની જે પણ માહિતી સાચવવામાં આવી છે એ શેર કરવામાં આવશે. તમે જે માહિતી શેર ન કરવા માગતા હો, તેની પસંદગી દૂર કરવા માટે સંપર્કો શેર કરો સ્ક્રીન પરની વસ્તુઓ દબાવો.
 3. તમે ફોટા અને વીડિયોમાં કેપ્શન પણ ઉમેરી શકો છો. દરેક ફોટામાં કેપ્શન ઉમેરવા માટે ફોટા સરકાવો.
 4. મોકલો
  પર દબાવો.
તમે Facebook કે Instagram વીડિયોની લિંક પણ શેર કરી શકો છો અને તેઓ તેને WhatsAppમાંથી પ્લે કરી શકે છે. તમે તમારી ચેટમાં લિંક પેસ્ટ કરશો તે પછી એક પ્રિવ્યૂ દેખાશે.
નોંધ: મીડિયા, ડોક્યુમેન્ટ, લિંક, લોકેશન કે સંપર્કો મોકલવા માટે, તમારે ફોનના સેટિંગ > પ્રાઇવસીમાં ઍપને તમારા iPhoneની લોકેશનને લગતી સેવાઓ, સંપર્કો, ફોટા અને કેમેરામાં પ્રવેશ કરવાની પરવાનગી આપવાની જરૂર રહેશે.
ઉચ્ચ-ગુણવત્તાવાળું મીડિયા મોકલવા માટે
 1. WhatsApp સેટિંગ પર દબાવો.
 2. સ્ટોરેજ અને ડેટા પર દબાવો.
 3. મીડિયા અપલોડની ગુણવત્તા પર દબાવો.
 4. આપમેળે (ભલામણ કરેલું), શ્રેષ્ઠ ગુણવત્તા કે ડેટા સેવર પર દબાવો.
નોંધ: હાઇ-રિઝોલ્યૂશનવાળું મીડિયા વધુ ડેટા વાપરશે.
મીડિયા, ડોક્યુમેન્ટ, લોકેશન કે સંપર્કો ફોરવર્ડ કરવા માટે
 1. કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
 2. તમે જે પ્રકારનો મેસેજ ફોરવર્ડ કરવા માગતા હો, તેના પર દબાવી રાખો, પછી ફોરવર્ડ કરો પર દબાવો. તમે એકથી વધુ મેસેજ પસંદ કરી શકો છો.
 3. ફોરવર્ડ કરો
  પર દબાવો.
 4. જે ચેટમાં મેસેજ ફોરવર્ડ કરવો હોય એ પસંદ કરો, પછી ફોરવર્ડ કરો પર દબાવો.
જ્યારે તમે મીડિયા, ડોક્યુમેન્ટ, લોકેશન કે સંપર્કો ફોરવર્ડ કરો, ત્યારે તમારે તેને ફરીથી અપલોડ કરવાની જરૂર રહેતી નથી. ફોરવર્ડ કરેલા મેસેજ જે મૂળરૂપે તમારા દ્વારા મોકલાયેલા નહિ હોય એ "ફોરવર્ડ કરેલો" લેબલ બતાવશે.
નોંધ: મીડિયા સાથે કેપ્શન ફોરવર્ડ કરવામાં આવશે નહિ.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં