WhatsApp ડાઉનલોડ કે અનઇન્સ્ટોલ કેવી રીતે કરવું

WhatsApp ડાઉનલોડ કરવા
  1. Apple App Store પરથી WhatsApp Messenger શોધો અને પછી ડાઉનલોડ કરો પર દબાવો.
  2. WhatsApp ખોલો અને અમારી સેવાની શરતો સાથે સંમત થઈને આગલી સ્ક્રીન પર આગળ વધો.
  3. તમારો ફોન નંબર રજિસ્ટર કરો.
  4. જો તમારી ચેટનો બેકઅપ ઉપલબ્ધ છે, તો તમે તેને રિસ્ટોર કરી શકો છો. તમારી જૂની ચેટને રિસ્ટોર કરવા વિશે અહીં વધુ જાણો.
  5. તમારું નામ લખો.
WhatsApp અનઇન્સ્ટોલ કરવા
  1. વૈકલ્પિક: તમે તમારા ડિવાઇસ પરથી WhatsApp ડિલીટ કરો તે પહેલાં તમારા મેસેજનો બેકઅપ લેવા માટે ચેટ બેકઅપની સુવિધા વાપરો.
  2. જ્યાં સુધી આઇકન હલવાનું શરૂ ન કરે ત્યાં સુધી હોમ સ્ક્રીન પર WhatsApp આઇકનને દબાવીને પકડી રાખો.
  3. WhatsApp આઇકનના ખૂણે x પર દબાવો.
  4. ઍપ અને તેના ડેટા દૂર કરવા ડિલીટ કરો પર દબાવો.
નોંધ: જો તમને તમારા Apple આઇડી, પાસવર્ડ કે ડાઉનલોડ કરવામાં કોઈ સામાન્ય સમસ્યા હોય, તો Apple સપોર્ટનો સંપર્ક કરો. Apple બધી iPhone ઍપ માટે ડાઉનલોડ અને ઇન્સ્ટોલેશનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. અમે Apple App Store સંબંધિત કોઈ પણ સમસ્યાઓ ઉકેલી શકતા નથી.
સંબંધિત લેખો:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં