ચેટ કરવા માટે ક્લિક કરો કેવી રીતે વાપરવું
WhatsAppની ચેટ કરવા માટે ક્લિક કરો સુવિધા, તમારા ફોનની એડ્રેસ બુકમાં કોઈનો ફોન નંબર સેવ કર્યા વગર તેની સાથે વાત શરૂ કરવાની સગવડ આપે છે. જ્યાં સુધી તમે આ વ્યક્તિનો ફોન નંબર જાણતા હો અને તેમની પાસે એક્ટિવ WhatsApp એકાઉન્ટ હોય, ત્યાં સુધી તમે એક લિંક બનાવી શકો છો જે તમને તે વ્યક્તિ સાથે વાત શરૂ કરવાની પરવાનગી આપશે. આ લિંક પર ક્લિક કરવાથી, તે વ્યક્તિ સાથેની ચેટ આપમેળે ખૂલશે. ચેટ કરવા માટે ક્લિક કરો સુવિધા તમારા ફોન અને WhatsApp વેબ બન્ને પર ચાલે છે.
તમારી પોતાની લિંક બનાવો
https://wa.me/<number>
નો ઉપયોગ કરો કે જ્યાં <number>
એ આંતરરાષ્ટ્રીય શૈલીમાં આખો ફોન નંબર છે. આંતરરાષ્ટ્રીય શૈલીમાં ફોન નંબર ઉમેરતી વખતે કોઈ પણ શૂન્ય, કૌંસ કે ડેશ લખશો નહિ.દાખલા તરીકે:
ઉપયોગ કરો:
https://wa.me/1XXXXXXXXXX
આનો ઉપયોગ કરશો નહિ:
https://wa.me/+001-(555)1234567
પહેલેથી ભરેલા મેસેજથી તમારી પોતાની લિંક બનાવો
પહેલેથી ભરેલો મેસેજ ચેટ લખવાની જગ્યામાં આપમેળે દેખાશે.
https://wa.me/whatsappphonenumber/?text=urlencodedtext
નો ઉપયોગ કરો કે જ્યાં whatsappphonenumber
એ આંતરરાષ્ટ્રીય શૈલીમાં આખો ફોન નંબર છે અને URL-encodedtext
URL દ્વારા એન્કોડ કરેલો પહેલેથી ભરેલો મેસેજ છે.દાખલા તરીકે:
https://wa.me/15551234567?text=I'm%1XXXXXXXXXX%20interested%20in%20your%20car%20for
ફક્ત પહેલેથી ભરેલા મેસેજથી લિંક બનાવવા માટે,
https://wa.me/?text=urlencodedtext
નો ઉપયોગ કરોદાખલા તરીકે: https://wa.me/?text=I'm%20inquiring%20about%20the%20apartment%20listing`
લિંક પર ક્લિક કર્યા પછી, તમે જેમને મેસેજ મોકલી શકો એવા સંપર્કોનું એક લિસ્ટ બતાવવામાં આવશે.
સંબંધિત લેખો:
કેવી રીતે આંતરરાષ્ટ્રીય સંપર્કોના ફોન નંબરો ઉમેરવા