કાયદાનો અમલ કરાવતા સત્તાધિકારીઓ માટે માહિતી
WhatsApp વિશે
WhatsApp વિશ્વભરના વપરાશકર્તાઓને મેસેજિંગની, ઇન્ટરનેટ કૉલિંગની અને બીજી ઘણી સેવાઓ પૂરી પાડે છે. તમે અમારા મદદ કેન્દ્રની મુલાકાત લઈને WhatsApp વિશે વધુ જાણી શકો છો.
દુનિયાભરની સરકારી એજન્સીઓ દ્વારા લોકોની સુરક્ષા માટે કરાતા કામોને WhatsApp બિરદાવે છે. લાગુ કાયદા અને પોલિસીના આધારે કાયદાનો અમલ કરાવતી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી વિનંતીઓને સાવચેતીથી રિવ્યૂ કરવા, તેને માન્ય કરવા અને તેનો જવાબ આપવા માટે અમે તૈયાર છીએ.
નીચેની કાર્યરત માર્ગદર્શિકાઓ WhatsApp પાસેથી રેકોર્ડ મેળવવા ઇચ્છતા કાયદાનો અમલ કરાવતા સત્તાધિકારીઓ માટે છે. જે વપરાશકર્તાઓ તેમના પોતાના એકાઉન્ટની માહિતી મેળવવા ઇચ્છે છે, તેઓ WhatsAppની એકાઉન્ટની માહિતીની વિનંતી કરો સુવિધામાં પ્રવેશ કરી શકે છે. આ માહિતી ગમે ત્યારે બદલાઈ શકે છે.
કાયદાનો અમલ કરાવતી સંસ્થાઓની વિનંતીઓને જવાબ આપવા વિશે
આ માર્ગદર્શિકા ઉપરાંત, કાયદાનો અમલ કરાવતા સત્તાધિકારીઓ પ્રશ્નો પૂછવા કે ઇમર્જન્સી પરિસ્થિતિઓમાં પણ WhatsAppનો સંપર્ક કરી શકે છે. WhatsAppને સપોર્ટ કે કાયદાનો અમલ કરાવતી સંસ્થાઓ માટે ન હોય તેવી બીજી કોઈ ચેનલ દ્વારા કાયદાના અમલ માટેની પૂછપરછો મોકલશો નહિ.
USમાં કાનૂની પ્રક્રિયા માટેની જરૂરિયાતો વિશે
અમે માત્ર અમારી સેવાની શરતો અને લાગુ કાયદા અનુસાર જ એકાઉન્ટના રેકોર્ડ જાહેર કરીએ છીએ. તેમાં સ્ટોર્ડ કમ્યુનિકેશન્સ એક્ટ ("SCA"), 18 U.S.C. સામેલ છે. કલમ 2701-2712. US કાયદા હેઠળ:
- સબ્સ્ક્રાઇબરના મૂળભૂત રેકોર્ડ જાહેર કરવાની ફરજ પાડવા માટે સત્તાવાર ફોજદારી તપાસના સંદર્ભમાં જારી કરેલું સમન્સ જરૂરી છે. (U.S.C.ની કલમ 2703(c)(2)માં વ્યાખ્યા કરી છે), જેમાં આનો સમાવેશ થઈ શકે છે (જો ઉપલબ્ધ હોય, તો): નામ, સેવા શરૂ કર્યાની તારીખ, છેલ્લે જોયાની તારીખ, IP એડ્રેસ અને ઇમેઇલ એડ્રેસ.
- 18 U.S.C.ની કલમ 2703(d) હેઠળ જારી કરેલો કોર્ટનો આદેશ એકાઉન્ટને લગતા ચોક્કસ રેકોર્ડ કે માહિતી જાહેર કરવાની ફરજ પાડે છે, તેમાં વાતચીતનું કન્ટેન્ટ સામેલ નથી, જેમાં ઉપર ઓળખાવેલા સબ્સ્ક્રાઇબરના રેકોર્ડ ઉપરાંત વપરાશકર્તા સાથે સંપર્ક તોડનાર અને સબ્સ્ક્રાઇબરે સંપર્ક તોડેલા નંબરનો સમાવેશ થઈ શકે છે.
- કોઈ પણ એકાઉન્ટનું સ્ટોર કરેલું કન્ટેન્ટ જાહેર કરવાની ફરજ પાડવા માટે સંભવિત કારણ બતાવવા પર ફોજદારી પ્રક્રિયાના ફેડરલ નિયમોમાં વર્ણન કરેલી પ્રક્રિયાઓ હેઠળ અથવા તેને સમાન રાજ્યના વોરંટની પ્રક્રિયાઓ હેઠળ જારી કરેલું સર્ચ વોરંટ જરૂરી છે, જેમાં "વ્યક્તિ વિશેની માહિતી", પ્રોફાઇલ ફોટો, ગ્રૂપની માહિતી અને એડ્રેસ બુકનો સમાવેશ થાય છે, જો ઉપલબ્ધ હોય તો. અમારી સેવા પૂરી પાડવાની સામાન્ય પ્રક્રિયામાં, WhatsApp મેસેજ ડિલિવર થયા પછી સ્ટોર કરતું નથી અથવા આવા ડિલિવર થયેલા મેસેજના વ્યવહાર લોગને સ્ટોર કરતું નથી અને ડિલિવર ન થયેલા મેસેજને અમારા સર્વર પરથી 30 દિવસ પછી ડિલીટ કરી દેવામાં આવે છે. અમારી સેવાઓ માટે WhatsApp એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન પૂરું પાડે છે, જે હંમેશાં એક્ટિવ હોય છે.
- અમે WhatsAppને લાગુ પડતા રાષ્ટ્રીય સુરક્ષા પત્રની જોગવાઈનું માત્ર આ બે કેટેગરીની માહિતી પૂરી પાડવા માટે અર્થઘટન કરીએ છીએ: નામ અને સેવાનો સમયગાળો.
આંતરરાષ્ટ્રીય કાનૂની પ્રક્રિયા માટેની જરૂરિયાતો વિશે
અમે માત્ર અમારી સેવાની શરતો અને લાગુ કાયદા અનુસાર જ એકાઉન્ટના રેકોર્ડ જાહેર કરીએ છીએ. વધુમાં, અમે એ ચકાસીશું કે વિનંતીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વીકૃત નીતિ-નિયમો મુજબ છે કે નહિ. આમાં માનવ અધિકારો, યોગ્ય પ્રક્રિયા અને કાયદાકીય નિયમ સામેલ છે. એકાઉન્ટના કન્ટેન્ટને જાહેર કરવાની ફરજ પાડવા માટે પરસ્પર કાનૂની સહાયતા સંધિ અંતર્ગત વિનંતી કરવાની અથવા એક દેશની કોર્ટ દ્વારા બીજા દેશની કોર્ટને કરેલી ઔપચારિક વિનંતીની જરૂર પડી શકે છે.
એકાઉન્ટની જાળવણી વિશે
અમે સત્તાવાર ફોજદારી તપાસના સંદર્ભમાં અમને ઔપચારિક કાનૂની પ્રક્રિયા મળ્યા બાદ 90 દિવસ સુધી એકાઉન્ટના રેકોર્ડ જાળવવા માટેનાં પગલાં લઈશું. તમે નીચે દર્શાવ્યા મુજબ કાયદાના અમલ માટેની ઓનલાઇન વિનંતીની સિસ્ટમ દ્વારા એકાઉન્ટના રેકોર્ડ જાળવવા માટેની ઔપચારિક વિનંતીઓ ઝડપથી સબમિટ કરી શકો છો.
ઇમર્જન્સી વિનંતીઓ વિશે
કોઈ બાળકને નિકટવર્તી નુકશાન થવાની કે કોઈ વ્યક્તિનું મૃત્યું થવાની કે તેમને ગંભીર શારીરિક ઇજા થવાનું નિકટવર્તી જોખમ હોય તેવી અને કોઈ વિલંબ વિના માહિતી જાહેર કરવાની જરૂર હોય તેવી બાબતોમાં, કાયદાનો અમલ કરાવતા સત્તાધિકારી WhatsAppની કાયદાના અમલ માટેની ઓનલાઇન વિનંતીની સિસ્ટમ દ્વારા વિનંતી કરી શકે છે. આવી વિનંતીઓ પર ઝડપી પ્રક્રિયા કરવા માટે અમે તમને તમારા મેસેજના વિષયમાં "ઇમર્જન્સી" શબ્દ સામેલ કરવાની ભલામણ કરીએ છીએ. વપરાશકર્તાના ડેટા માટેની સરકારી વિનંતીઓ વિશે આ લેખમાં વધુ જાણી શકો છો.
નોંધ: અમે કાયદાનો અમલ ન કરાવતા સત્તાધિકારીઓ દ્વારા સબમિટ કરવામાં આવેલી વિનંતીઓ રિવ્યૂ કરીશું નહિ કે તેનો જવાબ આપીશું નહિ. ઇમર્જન્સી વિનંતીઓ સરકાર દ્વારા જારી કરાયેલા સત્તાવાર ઇમેઇલ એડ્રેસ પરથી સબમિટ કરો. ઇમર્જન્સી પરિસ્થિતિથી વાકેફ વપરાશકર્તાઓએ તરત જ તેના સ્થાનિક કાયદાનો અમલ કરાવતી સંસ્થાઓનો સીધો સંપર્ક કરવો જોઈએ.
બાળકોની સલામતીને લગતી બાબતો વિશે
વિશ્વમાં કોઈ પણ જગ્યાએથી અમારી સેવાઓમાં દેખાતા બાળ શોષણના દરેક બનાવોની અમે નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રન (NCMEC)ને જાણ કરીએ છીએ, તેમાં સરકારી વિનંતીઓ દ્વારા અમારા ધ્યાને લાવેલું કન્ટેન્ટ પણ સામેલ છે. NCMEC, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રન અને વિશ્વભરના કાયદાનો અમલ કરતા સત્તાધિકારીઓ સાથે સંકલન કરે છે. જો વિનંતી બાળ શોષણ કે સલામતીની બાબતને લગતી હોય, તો વિનંતીમાં તે પરિસ્થિતિઓ દર્શાવો અને સુસંગત NCMEC રિપોર્ટ ઓળખકર્તાઓને સામેલ કરો, જેથી ખાતરી કરી શકાય કે અમે આ બાબતોને ઝડપથી અને અસરકારક રીતે હલ કરી શકીએ.
ડેટા જાળવણી અને ઉપલબ્ધતા વિશે
અમે કાનૂની પ્રક્રિયાના યોગ્ય સ્વરૂપે ચોક્કસતાથી દર્શાવેલી હોય તેવી અને જેને અમે વાજબી રીતે શોધી અને પાછી મેળવી શકીએ તેવી માહિતીને શોધીશું અને જાહેર કરીશું. અમે કાયદા પાલન હેતુસર ડેટા જાળવતા નથી, સિવાય કે અમારી સેવામાંથી વપરાશકર્તા તે કન્ટેન્ટ ડિલીટ કરે તેની પહેલાં અમે તેને જાળવવા માટેની માન્ય વિનંતી મેળવીએ.
અમારી સેવા પૂરી પાડવાની સામાન્ય પ્રક્રિયામાં, WhatsApp મેસેજને ડિલિવર કર્યા પછી અથવા આવા ડિલિવર થયેલા મેસેજના ટ્રાન્ઝેક્શન લોગને સ્ટોર કરતું નથી. 30 દિવસ પછી અમારા સર્વરમાંથી ડિલિવર ન થયેલા મેસેજ ડિલીટ કરવામાં આવે છે. WhatsAppની પ્રાઇવસી પોલિસીમાં દર્શાવ્યા મુજબ, જો અમારી પાસે એ માનવા માટે વાજબી કારણ હોય કે (a) અમારા વપરાશકર્તાઓને સુરક્ષિત રાખવા, (b) ગેરકાનૂની પ્રવૃત્તિની ઓળખ અને તપાસ કરવા તથા તેને રોકવા, (c) કાનૂની પ્રક્રિયાનો કે સરકારી વિનંતીઓનો જવાબ આપવા, (d) અમારી શરતો અને પોલિસી લાગુ કરવા માટે વપરાશકર્તાની માહિતીની જરૂર છે, તો અમે વપરાશકર્તાની માહિતી એકત્ર કરી શકીએ છીએ અને તેને વાપરી, સાચવી અને શેર કરી શકીએ છીએ. તેમાં અમારી સેવા પર કેટલાક વપરાશકર્તાઓ બીજા સાથે કેવી રીતે વાતચીત કરે છે, તે માહિતીનો સમાવેશ થઈ શકે છે. અમે અમારી સેવાઓ માટે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન પણ પૂરું પાડીએ છીએ, જે હંમેશાં એક્ટિવ હોય છે. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન એટલે WhatsApp અને થર્ડ પાર્ટી મેસેજ વાંચી ન શકે તેમ સુરક્ષિત રીતે એન્ક્રિપ્ટ થયેલાં મેસેજ. WhatsAppની સુરક્ષા વિશે વધુ માહિતી અહીં મળી શકે છે.
વિનંતીઓના પ્રકાર વિશે
અમે વધુ પડતી વ્યાપક અથવા અસ્પષ્ટ વિનંતીઓ પર પ્રક્રિયા કરી શકીશું નહિ. બધી વિનંતીઓમાં ચોક્કસતા અને નીચેની વિગતો સાથે વિનંતી કરેલા રેકોર્ડની ઓળખ થવી જરૂરી છે:
- જારી કરનાર સત્તાધિકારીનું નામ, જવાબદાર એજન્ટનો બેજ કે આઇડી નંબર, કાયદાનો અમલ કરાવતી સંસ્થાના ડોમેનવાળું ઇમેઇલ એડ્રેસ અને સીધો સંપર્ક કરવા માટેનો ફોન નંબર
- લાગુ પડતા દેશના કોડ સહિત WhatsApp એકાઉન્ટનો નંબર
- આંતરરાષ્ટ્રીય ફોન નંબર કેવી રીતે ઉમેરવો, તેના વિશે વધુ માહિતી આ લેખમાં મેળવી શકાય છે.
વપરાશકર્તાની સંમતિ વિશે
જો કાયદાનો અમલ કરાવતા સત્તાધિકારી એવા WhatsApp વપરાશકર્તા વિશે માહિતી માગી રહ્યા હોય કે જેણે સત્તાવાર પ્રવેશ માટે પરવાનગી આપી છે અથવા વપરાશકર્તાના એકાઉન્ટની માહિતી મેળવી છે, તો વપરાશકર્તાને તેમના પોતાના એકાઉન્ટમાંથી પોતાની જાતે માહિતી મેળવવા માટે કહેવું જોઈએ. વપરાશકર્તાઓ WhatsAppની એકાઉન્ટની માહિતીની વિનંતી કરો સુવિધામાં પ્રવેશ કરી શકે છે.
નોટિફિકેશન
WhatsApp અમારી સેવાઓના જે વપરાશકર્તાઓની માહિતીની વિનંતી કરવામાં આવી છે, તેને જાણ કરવાનો અધિકાર આરક્ષિત રાખે છે, સિવાય કે આમ કરવા પર કાયદા દ્વારા અમારા પર પ્રતિબંધ લગાવ્યો હોય અથવા બાળ શોષણના કિસ્સા, ઇમર્જન્સી જેવી અપવાદરૂપ પરિસ્થિતિઓ હોય કે જ્યારે નોટિસ આપવાની વિપરીત અસર થઈ શકે એમ હોય.
પુરાવા વિશે
WhatsApp નિષ્ણાત દ્વારા પુરાવાનો સપોર્ટ પૂરો પાડતું નથી. વધુમાં, કાયદા અનુસાર WhatsAppના રેકોર્ડ સ્વ-પ્રમાણીત હોય છે અને તેના માટે રેકોર્ડ રાખનારના પુરાવાની જરૂર નથી. જો ચોક્કસ પ્રકારના પ્રમાણપત્રની જરૂર હોય, તો તમારી રેકોર્ડની વિનંતી સાથે તેને જોડો.
ખર્ચની ભરપાઈ કરવા વિશે
અમે કાયદા અનુસાર માહિતી પૂરી પાડવા માટેની વિનંતીઓનો જવાબ આપવા માટે થયેલા ખર્ચની ભરપાઈ કરવાનું કહી શકીએ છીએ. આ ફી એકાઉન્ટ દીઠ લાગુ પડે છે. અમે અસામાન્ય અથવા બોજારૂપ વિનંતીઓનો જવાબ આપવામાં થતા ખર્ચ માટે પણ વધારાની ફી લગાવી શકીએ છીએ. અમે બાળકો, WhatsApp અને અમારા વપરાશકર્તાઓને નુકશાન પહોંચાડવાની સંભાવના ધરાવતી બાબતોની તપાસ કરવામાં અને ઇમર્જન્સી વિનંતીઓમાં આ ફી જતી કરી શકીએ છીએ.
વિનંતીઓ સબમિટ કરવા વિશે
ઓનલાઇન
કાયદાનો અમલ કરાવતા સત્તાધિકારીઓ વિનંતીઓ સબમિટ કરવા, તેને ટ્રેક કરવા અને તેના પર પ્રક્રિયા કરવા માટે કાયદાના અમલ માટેની ઓનલાઇન વિનંતીની સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે. કાયદાના અમલ માટેની ઓનલાઇન વિનંતીની સિસ્ટમમાં પ્રવેશ કરવા માટે સરકાર દ્વારા જારી કરેલુંં ઇમેઇલ એડ્રેસ જરૂરી છે.
WhatsApp પાસેથી એકાઉન્ટના રેકોર્ડ માંગનારા કાયદાનો અમલ કરાવતા સત્તાધિકારીઓએ તેમની વિનંતીઓ WhatsApp LLCને કરવી જરૂરી છે.
સરનામું
Attention: WhatsApp LLC, Law Enforcement Response Team
WhatsApp LLC
1 Meta Way
Menlo Park, California 94025
United States of America
1 Meta Way
Menlo Park, California 94025
United States of America
કાયદાનો અમલ કરાવતા જે સત્તાધિકારીઓ કાયદાના અમલ માટેની ઓનલાઇન વિનંતીની સિસ્ટમ દ્વારા વિનંતીઓ સબમિટ કરતા નથી, તેને જવાબ મળવામાં વધુ સમય લાગી શકે છે. ઇલેક્ટ્રોનિક રીતે અને હાર્ડ કોપિ બન્ને દ્વારા વિનંતીઓ મોકલવાથી પણ પ્રક્રિયાનો સમય વધી શકે છે.
નોંધ:
- આમાંથી કોઈ પણ માધ્યમ દ્વારા કાયદાની પ્રક્રિયાની સ્વીકૃતિ સુવિધા માટે છે અને તેનાથી અધિકારક્ષેત્ર અથવા યોગ્ય સેવાના અભાવ સહિત, કોઈ પણ વાંધાને જતા કરવામાં આવતા નથી.
- અમે ઉપરોક્ત સરનામાઓ પર કાયદાનો અમલ કરાવતા સત્તાધિકારીઓ સિવાયની વ્યક્તિઓ દ્વારા મોકલવામાં આવતા પત્રવ્યવહારોનો જવાબ આપીશું નહિ.
માર્ગદર્શિકાઓમાં અપડેટ વિશે
WhatsApp સમયાંતરે આ માહિતીને અપડેટ કરી શકે છે. કોઈ વિનંતી કરતા પહેલાં આ લેખમાં આપેલી માર્ગદર્શિકાઓનો સંદર્ભ લો.