ગેરહાજરીના મેસેજનો ઉપયોગ કેવી રીતે કરવો

જ્યારે ગેરહાજરીનો મેસેજ ચાલુ હોય, ત્યારે મેસેજથી તમારો સંપર્ક કરતા ગ્રાહકો તમે બનાવેલો મેસેજ આપમેળે મેળવશે જે દર્શાવે છે કે તમે વ્યસ્ત છો અથવા તમારા ફોનથી દૂર છો. તમે પસંદ કરી શકો છો કે ગેરહાજરીનો મેસેજ કયા ગ્રાહકોને મોકલવો અને ક્યારે મોકલવો.
બિઝનેસ ટિપ: ગેરહાજરીના મેસેજનો ઉપયોગ કરવાથી તમે તમારો વ્યક્તિગત સમય જાળવી શકો છો. તે તમારા ગ્રાહકોને ખાતરી પણ આપે છે કે તમે તેમને અવગણી રહ્યા નથી.
ગેરહાજરીનો મેસેજ સેટ કરવા માટે
 1. WhatsApp Business ઍપ ખોલો.
 2. વધુ વિકલ્પો
  > બિઝનેસ ટૂલ > ગેરહાજરીનો મેસેજ પર દબાવો.
 3. ગેરહાજરીનો મેસેજ મોકલો ચાલુ કરો.
 4. ગેરહાજરીનો મેસેજની નીચે, તેમાં ફેરફાર કરવા માટે મેસેજ પર દબાવો, પછી ઓકે પર દબાવો.
 5. તમારો ગેરહાજરીના મેસેજનો સમય સેટ કરવા માટે, ક્યારે મોકલવો છે પર દબાવો. નીચેના વિકલ્પોમાંથી એક પસંદ કરો:
  • કાયમ મોકલો: પસંદ કરો જો તમે દર વખતે મોકલવા માગતા હો.
  • મરજી મુજબનો સમય: પસંદ કરો જો તમે ઇચ્છતા હો કે માત્ર સુનિશ્ચિત સમયગાળા માટે જ ગેરહાજરીનો મેસેજ મોકલવામાં આવે.
  • કામકાજના કલાકો સિવાય: પસંદ કરો જો તમે ઇચ્છતા હો કે માત્ર કામકાજના સમય સિવાય જ ગેરહાજરીનો મેસેજ મોકલવામાં આવે.
   • નોંધ: આ વિકલ્પ જ્યારે તમે તમારી બિઝનેસ પ્રોફાઇલમાં કામકાજના કલાકો સેટ કર્યા હોય ત્યારે જ ઉપલબ્ધ હોય છે.
 6. તમારો ગેરહાજરીનો મેસેજ કોણ મેળવશે તે નક્કી કરવા માટે, મેસેજ મેળવનાર પર દબાવો. નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો:
  • બધા: જ્યારે તમે ગેરહાજરીના મેસેજની સુવિધા ચાલુ કરી હોય તે દરમિયાન તમને જે કોઈ મેસેજ કરે તેમને મોકલવા.
  • એડ્રેસ બુક સિવાયના બધા: પસંદ કરો જો તમે ઇચ્છતા હો કે માત્ર તમારી એડ્રેસ બુક સિવાયના બધા ગ્રાહકોને ગેરહાજરીનો મેસેજ મોકલવામાં આવે.
  • આમના સિવાય બધા...: પસંદ કરો જો તમે ઇચ્છતા હો કે તમે પસંદ કરો તે સિવાયના બધા ગ્રાહકોને શુભેચ્છા મેસેજ મોકલવામાં આવે.
  • માત્ર આમને જ મોકલો...: પસંદ કરો જો તમે ઇચ્છતા હો કે તમે પસંદ કરો માત્ર તે સંપર્કોને જ ગેરહાજરીનો મેસેજ મોકલવામાં આવે.
 7. સેવ કરો પર દબાવો.
નોંધ: ગેરહાજરીનો મેસેજ મોકલવા માટે તમારા ડિવાઇસમાં એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.