કોઈ સંદેશના પ્રસારણ માટે આવશ્યકતાઓ
પ્રસારણ સૂચિ સુવિધા તમને કોઈ પણ સંદેશ અથવા મીડિયાને એકસાથે ઘણા બધા સંપર્કોને મોકલવાની સગવડ આપે છે. તમારો પ્રસારિત સંદેશ તમારાથી મોકલાતા વ્યક્તિગત સંદેશની જેમ જ સામે વાળાને દેખાશે.
પ્રસારણ સંદેશ માટે આવશ્યકતાઓ:
- ખાતરી કરો કે પ્રસારણ સૂચિમાંના સઘળા સંપર્કોએ તેમની સરનામા પુસ્તિકાઓમાં તમારો નંબર ઉતારેલ છે.
- તમે અનહદ પ્રસારણ સૂચિઓ બનાવી શકો છો.
- દરેક પ્રસારણ સૂચિમાં તમે ૨૫૬ સુધી સંપર્કો રાખી શકો છો.
સઘળા સંદેશાઓ સારી પેઠે પહોંચી જાય, તે માટે અમે એક સાથે મોટી માત્રામાં સંદેશાઓ મોકલવાની ભલામણ નથી કરતાં.