કેટલોગ વિશે
WhatsApp Business ઍપના વપરાશકર્તાઓ કેટલોગ બનાવીને તેમની પ્રોડક્ટ અને સેવાઓને ગ્રાહકો સાથે શેર કરી શકે છે, જેને તેમની બિઝનેસ પ્રોફાઇલ પર બતાવવામાં આવે છે.
કેટલોગમાં દરેક પ્રોડક્ટ કે સેવા માટે લખવા માટેનાં અલગ નામ અને વૈકલ્પિક ખાના હોય છે:
- કિંમત
- વર્ણન
- વેબસાઇટની લિંક
- પ્રોડક્ટનો કોડ
આ વિગતો ગ્રાહકોને કેટલોગની વસ્તુઓને ઓળખવામાં મદદ કરે છે. એક કેટલોગમાં વધુમાં વધુ 500 વસ્તુઓ હોઈ શકે છે.
અપ-ટૂ-ડેટ રાખેલું કેટલોગ ગ્રાહકોને બિઝનેસની પ્રોડક્ટ કે સેવાઓ જોઈને બિઝનેસ સાથે જોડાવામાં મદદરૂપ બને છે. ગ્રાહકો કેટલોગની વસ્તુઓને તેમના મિત્રો સાથે શેર કરી શકે છે અથવા બિઝનેસને પ્રશ્નોના પૂછવા માટે મેસેજ કરી શકે છે.
બિઝનેસ ટિપ: તમારી પ્રોડક્ટ અને સેવાઓનો કેટલોગ નિયમિત અપડેટ કરવાથી તમારા બિઝનેસમાં રસ બનાવી રાખવામાં અને તમારા ગ્રાહક જાળવી રાખવામાં મદદ મળે છે.
કેટલોગ શેર કરવાની સુવિધા નાના બિઝનેસને પોતાના કેટલોગનો પ્રચાર કરવાની તક આપે છે અને વધુ સંભવિત ગ્રાહકો સુધી પહોંચવામાં મદદરૂપ બને છે. WhatsApp Businessના વપરાશકર્તાઓ તેઓની સાથે પહેલેથી જ જોડાયેલા ગ્રાહકોને પોતાનું આખું કેટલોગ મોકલી શકે છે. તેઓ સોશિયલ મીડિયા અને બીજા પ્લેટફોર્મ દ્વારા પોતાના કેટલોગની લિંક ગમે ત્યાં શેર કરી શકે છે, એના કારણે વધુ સંભવિત ખરીદનાર તેઓના બિઝનેસ વિશે જાણી શકે છે અને તેઓની પ્રોડક્ટ અને સેવાઓ વિશે તેમને સીધેસીધો મેસેજ મોકલી શકે છે.
નોંધ: કેટલોગમાં કિંમત ઉમેરવાની સગવડ માત્ર અમુક દેશોમાં જ ઉપલબ્ધ છે.
સંબંધિત લેખો
- Android | iPhone| વેબ અને ડેસ્કટોપ પર કેટલોગ કેવી રીતે બનાવવું અને જાળવવું
- Android | iPhone | વેબ અને ડેસ્કટોપ પર તમારા કેટલોગમાં કલેક્શન કેવી રીતે બનાવવું અને તેનું સંચાલન કરવું
- Android | iPhone | વેબ અને ડેસ્કટોપ પર તમારા ગ્રાહકો સાથે પ્રોડક્ટ કે શેર કેવી રીતે કરવી
- કેટલોગ કેવી રીતે જોવું