અમે યુરોપિયન પ્રદેશના લોકો માટે અમારી પ્રાઇવસી પોલિસી અપડેટ કરીએ છીએ

અમારા મુખ્ય યુરોપિયન ડેટા પ્રોટેક્શન રેગ્યુલેટર, આઇરિશ ડેટા પ્રોટેક્શન કમિશનના નિર્દેશ પર, અમે અમારા વપરાશકર્તા માટે અમારી પ્રાઇવસી પોલિસી અપડેટ કરીએ છીએ.
હંમેશની જેમ, અમે તમારી વ્યક્તિગત વાતચીતોને વાંચી કે સાંભળી શકતા નથી, કેમ કે તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે. આ ક્યારેય બદલાશે નહિ.

અમે જાણીએ છીએ કે પ્રાઇવસી એ અમારા વપરાશકર્તા માટે સૌથી વધુ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, તેથી અમે ખૂબ જ સ્પષ્ટ રહેવા માગીએ છીએ: આ અપડેટથી અમે અમારી સેવા જે રીતે આપીએ છીએ તેમાં કોઈ ફેરફાર થશે નહિ, કે જેમાં અમારી મુખ્ય કંપની Meta સહિત કોઈ પણ કંપની સાથે તમારા ડેટાની પ્રક્રિયા, તેનો ઉપયોગ કે શેર કરવાની રીતનો પણ સમાવેશ થાય છે.
તેના બદલે, અમે અમારી પ્રાઇવસી પોલિસીને વધુ સારી રીતે ગોઠવી છે અને તેને વધારાની માહિતી સાથે અપડેટ કરી છે, જેમાં નીચેની બાબતનો સમાવેશ થાય છે:
  • અમે ડેટાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ: અમે કઈ રીતે ડેટા એકત્રિત કરીએ છીએ અને તેનો ઉપયોગ કરીએ છીએ, અમે તમારો ડેટા શા માટે સ્ટોર કરીએ છીએ અને ક્યારે ડિલીટ કરીએ છીએ અને થર્ડ પાર્ટી અમને કઈ સેવાઓ આપે છે તે વિશે અમે વધુ વિગતો ઉમેરી છે.
  • અમારી ગ્લોબલ કામગીરી: અમે અમારી ગ્લોબલ સેવા આપવા માટે વિશ્વમાં શા માટે ડેટા શેર કરીએ છીએ અને અમે તે ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખીએ છીએ તે વિશે અમે વધુ વિગતો ઉમેરી છે.
  • ડેટાની પ્રક્રિયા માટેના અમારા કાનૂની આધારો: અમે તમારા ડેટાની પ્રક્રિયા કરવા માટે જે કાનૂની આધારો પર નિર્ભર છીએ તેના વિશે અમે વધુ વિગતો ઉમેરી છે.
અમે આશા રાખીએ છીએ કે તમે WhatsApp વાપરવાનું ચાલુ રાખશો.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં