શંકાસ્પદ લિંક વિશે માહિતી

Android
iPhone
વેબ અને ડેસ્કટોપ
ચેટમાં તમને મળતી કેટલીક લિંક માટે, તમને શંકાસ્પદ લિંક હોવાનું સૂચન જોવા મળી શકે છે.
જો એ લિંકમાં એવા અક્ષરો સામેલ છે, જે સામાન્ય રીતે સાચા વેબ એડ્રેસમાં ન હોય, તો તમને આ સૂચન બતાવવામાં આવી શકે છે. છેતરપિંડીના હેતુથી નકામા મેસેજ મોકલનારાઓ, તમે લિંક પર દબાવો તે માટે ચાલાકી કરીને અક્ષરોના કોમ્બિનેશન વાપરે છે. આ લિંક કાયદેસરની વેબસાઇટ પર લઈ જતી હોય તેવી લાગી શકે છે, પરંતુ હકિકતમાં તે તમને દૂષિત સાઇટ પર લઈ જાય છે.
આ શંકાસ્પદ લિંકનો એક નમૂનો છે:
https://ẉhatsapp.com/free-tickets
નોંધ: પ્રથમ અક્ષર તમને મૂળાક્ષર "w" જેવો લાગે છે પરંતુ તેના બદલે તે "ẉ" છે. તેનો અર્થ એવો થાય કે છેતરપિંડીના હેતુથી નકામા મેસેજ મોકલનારે તમારી સાથે ચાલાકી કરીને તમને એવી વેબસાઇટની મુલાકાત કરાવી હોઈ શકે કે જે WhatsAppને સંબંધિત નથી.
જ્યારે પણ કોઈ મેસેજમાં લિંક મળે, ત્યારે તે મેસેજના લખાણને ચીવટથી તપાસો. જો લિંક શંકાસ્પદ હોવાની નિશાની કરેલી હોય, તો તમે લિંક પર દબાવી શકો છો અને પોપ-અપ મેસેજ દેખાશે. મેસેજ, લિંકમાં રહેલા કોઈ પણ અસમાન્ય અક્ષરોને હાઇલાઇટ કરશે. એ પછી તમે એ લિંક ખોલવી કે ચેટમાં પાછા ફરવું એ પસંદ કરી શકો છો.
તમારી પ્રાઇવસીનું રક્ષણ કરવા માટે WhatsApp આપમેળે જ કોઈ લિંક શંકાસ્પદ છે કે નહિ એ તપાસેે છે. યાદ રાખો, એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનના કારણે WhatsApp તમારા મેસેજનું કન્ટેન્ટ જોઈ શકતું નથી.
WhatsApp પર કેવી રીતે સુરક્ષિત રહેવું, તેના વિશે વધુ જાણવા માટે આ લેખ વાંચો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં