શંકાસ્પદ લિંક વિશે માહિતી

Android
iPhone
વેબ અને ડેસ્કટોપ
ચેટમાં તમને મળતી કેટલીક લિંક માટે, તમને શંકાસ્પદ લિંક હોવાનું સૂચન જોવા મળી શકે છે.
જો એ લિંકમાં એવા અક્ષરો સામેલ છે, જે સામાન્ય રીતે સાચા વેબ એડ્રેસમાં ન હોય, તો તમને આ સૂચન બતાવવામાં આવી શકે છે. સ્પામર આ અક્ષરોનો ઉપયોગ કરીને દેખાવે સાચી વેબસાઇટ જેવી લાગતી બનાવટી લિંક બનાવી શકે છે, પણ એના પર દબાવવાથી જ તમને એ બનાવટી વેબસાઇટ પર લઈ જશે અને જ્યાં તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.
આ એક શંકાસ્પદ લિંકનો નમૂનો છે:
https://ẉhatsapp.com/free-tickets
નોંધ: “w” જેવો દેખાતો પહેલો અક્ષર, હકીકતમાં “ẉ” (wની નીચે ટપકા સાથે) છે, એવું બની શકે કે સ્પામરે તમારી સાથે છેતરપિંડી કરવા આ વેબસાઇટ બનાવી હોય, પણ હકીકતમાં આ લિંકને WhatsApp સાથે કોઈ લેવાદેવા જ નથી.
જ્યારે પણ કોઈ મેસેજમાં લિંક મળે, ત્યારે તે મેસેજના લખાણને ચીવટથી તપાસો. જો તે લિંક શંકાસ્પદ હશે, તો તેના પર દબાવવાથી તે લિંકમાં રહેલા અસામાન્ય અક્ષરોને હાઇલાઇટ કરતો એક પોપ-અપ મેસેજ દેખાશે. એ પછી તમે એ લિંક ખોલવી કે ચેટમાં પાછા ફરવું એ પસંદ કરી શકો છો.
WhatsApp આપમેળે જ કોઈ લિંક શંકાસ્પદ છે કે નહિ એ તપાસેે છે. તમારી પ્રાઇવસીની સુરક્ષા માટે, આ તપાસ સંપૂર્ણ રીતે તમારા ડિવાઇસ પર કરવામાં આવે છે, અને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન હોવાને કારણે WhatsApp તમારા મેસેજનું કન્ટેન્ટ જોઈ શકતું નથી.
WhatsApp પર કઈ રીતે સુરક્ષિત રહેવું એ વિશે વધુ જાણવા આ લેખ વાંચો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં