ડિવાઇસને લિંક કેવી રીતે કરવું

તમે તમારા ફોન સાથે કનેક્ટ રહ્યા વિના લિંક થયેલા ચાર ડિવાઇસ પર એકસાથે WhatsApp ઍપનો ઉપયોગ કરી શકો છો. તમે એક સમયે માત્ર એક જ ફોન લિંક કરી શકો છો.
ડિવાઇસને લિંક કરવાની રીત
તમે જે ડિવાઇસને લિંક કરવા ઇચ્છતા હો તેના પર WhatsApp વેબ અથવા ડેસ્કટોપ ખોલો.
Android
 1. તમારા ફોન પર WhatsApp ખોલો.
 2. વધુ વિકલ્પો
  > લિંક થયેલા ડિવાઇસ પર દબાવો.
 3. ડિવાઇસ લિંક કરો પર દબાવો.
 4. તમારો ફોન અનલૉક કરવા માટે:
  • જો તમારા ડિવાઇસમાં બાયોમેટ્રિક પ્રમાણીકરણ સુવિધા છે, તો સ્ક્રીન પરની સૂચનાઓ અનુસરો.
  • જો તમે ડિવાઇસમાં બાયોમેટ્રિક પ્રમાણીકરણની સુવિધા ચાલુ કરી ન હોય, તો તમે તમારા ફોનને ખોલવા માટે વાપરો છો તે પિન લખવા માટે તમને કહેવામાં આવશે.
 5. QR કોડ સ્કેન કરવા માટે તમારા ફોનને તમે જે ડિવાઇસ સાથે લિંક કરવા માગો છો તેની સ્ક્રીન સામે રાખો.
iPhone
 1. તમારા ફોન પર WhatsApp ખોલો.
 2. WhatsApp સેટિંગ પર જાઓ.
 3. લિંક કરેલાં ડિવાઇસ પર દબાવો.
 4. ડિવાઇસ લિંક કરો પર દબાવો.
 5. જો તમારા ફોનનું વર્ઝન iOS 14 કે તેથી ઉપરનું હોય, તો તેને અનલૉક કરવા માટે:
  • અનલૉક કરવા માટે ટચ આઇડી કે ફેસ આઇડી વાપરો.
  • જો તમે ડિવાઇસમાં બાયોમેટ્રિક પ્રમાણીકરણની સુવિધા ચાલુ કરી ન હોય, તો તમે તમારા ફોનને ખોલવા માટે વાપરો છો તે પિન લખવા માટે તમને કહેવામાં આવશે.
 6. QR કોડ સ્કેન કરવા માટે તમારા ફોનને તમે જે ડિવાઇસ સાથે લિંક કરવા માગો છો તેની સ્ક્રીન સામે રાખો.
નોંધ: સૌથી સારા અનુભવ માટે, WhatsAppને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરો.
સંબંધિત લેખો:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં