મેસેજ વંચાયાની ખાતરી કેવી રીતે કરવી

તમે મોકલેલા મેસેજની બાજુમાં ખરાંનાં આઇકન બતાવવામાં આવે છે. એ દરેકનો અર્થ આ થાય છે:
 • મેસેજ સફળતાપૂર્વક મોકલવામાં આવ્યો છે.
 • મેસેજ મેળવનારના ફોન પર અથવા તેમના કોઈ લિંક કરેલા ડિવાઇસ પર સફળતાપૂર્વક પહોંચી ગયો છે.
 • મેળવનારે તમારો મેસેજ વાંચી લીધો છે.
નોંધ:
 • બીજું ખરાનું આઇકન ત્યારે જ દેખાશે જ્યારે મેસેજ, મેળવનારના લિંક કરેલા કોઈ પણ ડિવાઇસ પર પહોંચશે, પછી ભલે તેમનો ફોન બંધ હોય.
 • કોઈ ગ્રૂપ ચેટમાં, જ્યારે તે ગ્રૂપના બધા સભ્યોને તમારો મેસેજ મળી જશે ત્યારે બીજું ખરાનું આઇકન દેખાશે. જ્યારે તે ગ્રૂપના બધા સભ્યો તમારો મેસેજ વાંચી લેશે ત્યારે વાદળી રંગનાં બે ખરાંનાં આઇકન દેખાશે.
મેસેજની માહિતી
તમે મોકલો છો તેવા કોઈ પણ મેસેજ માટે તમે મેસેજની એક માહિતી સ્ક્રીન જોઈ શકશો, જે બતાવશે કે તમારા મેસેજને ક્યારે પહોંચાડવામાં આવ્યો અને મેળવનાર દ્વારા ક્યારે વાંચવામાં કે પ્લે કરવામાં આવ્યો. જ્યારે કોઈ સભ્ય ગ્રૂપ છોડીને જાય, તો પણ મેસેજની માહિતી સ્ક્રીન પર જ્યાં બધાં સભ્યોની માહિતી અપાય છે, ત્યાં ગ્રૂપ છોડનારા સભ્યોની માહિતી પણ દેખાશે.
મેસેજની માહિતી સ્ક્રીન જોવા માટે:
 1. WhatsApp ખોલો.
 2. કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ પસંદ કરો > ખોલો.
 3. મેસેજ > વિકલ્પો > મેસેજની માહિતી > ઓકે પસંદ કરો.
મેસેજની માહિતી સ્ક્રીન આ બતાવે છે:
મોકલ્યો:
 • મેળવનારના ફોન પર તમારો મેસેજ મોકલવામાં આવ્યો છે.
પહોંચાડ્યો:
 • જ્યારે મેળવનારના ફોન પર કે તેમના કોઈ લિંક કરેલા ડિવાઇસ પર તમારો મેસેજ પહોંચી ગયો હોય, પરંતુ મેળવનારે એ મેસેજ જોયો ન હોય.
વાંચ્યો:
 • જ્યારે મેસેજ મેળવનારે તમારો મેસેજ વાંચી લીધો હોય કે તમારો ફોટો, ઓડિયો ફાઇલ કે વીડિયો જોઈ લીધો હોય.
પ્લે કર્યો:
 • જ્યારે મેળવનારે તમારો વોઇસ મેસેજ પ્લે કર્યો હોય.
મેસેજ વંચાયાની ખાતરી ન દેખાવી
તમે મોકલાવેલા મેસેજ કે વોઇસ મેસેજની બાજુમાં જો તમને બે વાદળી ખરાંનાં આઇકન, વાદળી માઇક્રોફોન અથવા "ખોલ્યો" લખેલું ન દેખાતું હોય, તો:
 • તમે કે તમારા મેસેજ મેળવનારે કદાચ પ્રાઇવસી સેટિંગમાં વંચાયાની ખાતરી બંધ રાખી હોઈ શકે.
 • મેસેજ મેળવનારે તમારી સાથે કદાચ સંપર્ક તોડ્યો હોઈ શકે.
 • મેસેજ મેળવનારનો ફોન કદાચ બંધ હોઈ શકે.
 • મેસેજ મેળવનારે કદાચ તમારા સાથેની વાતચીત ખોલી ન હોય.
 • તમે કે તમારા મેસેજ મેળવનાર કદાચ કનેક્શનની સમસ્યાઓ અનુભવી રહ્યા હોય.
મેસેજ વંચાયાની ખાતરી બંધ કરવી
વ્યક્તિગત ચેટ માટે તમે વંચાયાની ખાતરી બંધ કરી શકો છો. આવું કરવાથી ગ્રૂપ ચેટ માટે મેસેજ વંચાયાની ખાતરી અથવા તો વોઇસ મેસેજ માટે પ્લે કર્યાની ખાતરી બંધ નહિ થાય. આવાં સેટિંગને બંધ કરવાનો કોઈ રસ્તો નથી.
 1. WhatsApp ખોલો > વિકલ્પો પર દબાવો.
 2. સેટિંગ > પસંદ કરો ઓકે પર દબાવો.
 3. એકાઉન્ટ > પ્રાઇવસી પસંદ કરો.
 4. ખોલો પર દબાવો.
 5. વંચાયાની ખાતરી પસંદ કરો.
 6. બંધ કરો પર દબાવો.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં