WhatsAppનો જવાબદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો


WhatsApp એટલે જ બનાવાયું હતું, જેથી તમે સરળ, સુરક્ષિત અને ભરોસાપાત્ર રીતે તમારા મિત્રો અને પરિવારજનોને મેસેજ મોકલી શકો. WhatsApp પર તમારા મેસેજ પૂરી રીતે પ્રાઇવેટ રહે છે. અમે અમારી સેવાની શરતોને એ રીતે તૈયાર કરી છે કે અમારાં પ્લેટફોર્મ અને વપરાશકર્તાઓ સંપૂર્ણરીતે સુરક્ષિત રહે. WhatsAppનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા માટે જરૂરી છે કે બધાં વપરાશકર્તાઓ નીચે આપેલા નીતિનિયમો વાંચે.
શ્રેષ્ઠ રીતો
  • જેને જાણો છો માત્ર એવા સંપર્કો સાથે જ વાતચીત કરો: ફક્ત એવા લોકોને જ મેસેજ મોકલો કે જેમણે પહેલા તમારો સંપર્ક કર્યો હોય અથવા તમને WhatsApp દ્વારા તેમનો સંપર્ક કરવાની વિનંતી કરી હોય. સંપર્કોને તમારો ફોન નંબર આપવો સૌથી સારું કહેવાશે, જેથી પહેલા તેઓ તમને મેસેજ કરી શકે.
  • પરવાનગી માગો અને તેમના નિર્ણયનું સન્માન કરો: સંપર્કોને ગ્રૂપમાં ઉમેરતા પહેલાં તમારે તેમની પરવાનગી મેળવી લેવી જોઈએ. જો તમે કોઈ વ્યક્તિને ગ્રૂપમાં ઉમેરો છો અને તેઓ પોતાને ગ્રૂપમાંથી દૂર કરી દે છે, તો તેમના નિર્ણયનું સન્માન કરો.
  • ગ્રૂપ કંટ્રોલનો ઉપયોગ કરો: અમે WhatsApp ગ્રૂપ માટે ફક્ત એડમિન મેસેજ મોકલી શકે તેવું સેટિંગ બનાવ્યું છે. જો તમે એડમિન હો, તો નક્કી કરી શકો છો કે ગ્રૂપમાં બધા જ સભ્યો કે માત્ર ગ્રૂપ એડમિન જ મેસેજ મોકલી શકે. આ સુવિધા વાપરવાથી ગ્રૂપમાં કામ વગરના મેસેજ પર કાપ મૂકી શકાશે. Android, iPhone, KaiOS અથવા વેબ અને ડેસ્કટોપ પર ગ્રૂપ એડમિન સેટિંગ કેવી રીતે બદલવાં તે જાણો.
  • સમજી વિચારીને જ મેસેજ ફોરવર્ડ કરો: અમે બધા જ ફોરવર્ડ કરેલા મેસેજ માટે એક લેબલ બનાવ્યું છે અને મેસેજ ફોરવર્ડ કરવાની લિમિટ સેટ કરી છે. જેથી, મેસેજ ફોરવર્ડ કરતા પહેલાં વપરાશકર્તા વિચારે કે મેસેજ ફોરવર્ડ કરવો છે કે નહિ. જો તમને લાગે કે મેસેજમાં મોકલેલી જાણકારી સાચી છે કે નહિ અને તમને ખબર ન હોય કે મેસેજ કોણે લખ્યો છે, તો અમારી ભલામણ છે કે તેને ફોરવર્ડ ન કરશો. ખોટી માહિતીને ફેલાતી રોકવા વિશે આ લેખમાં વધુ જાણો.
આટલું કરવાથી બચો
નીચે જણાવેલી રીતોમાંથી કોઈ પણ રીતે WhatsAppનો ઉપયોગ કરવાથી તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.
  • કામ વગરના મેસેજ: જો કોઈ સંપર્ક તમને મેસેજ ન કરવા જણાવે, તો તમારે તે સંપર્કને પોતાની એડ્રેસ બુકમાંથી દૂર કરી દેવો જોઈએ અને તેમનો ફરીથી સંપર્ક કરવાથી બચવું જોઈએ.
  • આપમેળે મોકલાતા કે થોકબંધ મેસેજ: WhatsApp વાપરીને થોકબંધ મેસેજ, આપમેળે થતા મેસેજ મોકલશો નહિ કે આપમેળે થતા ફોન કરશો નહિ. કામ વગરના મેસેજ મોકલનારા એકાઉન્ટને શોધી કાઢવા અને તેના પર પ્રતિબંધ મૂકવા માટે WhatsApp મશીન લર્નિંગ ટેક્નોલોજી અને વપરાશકર્તાઓના અહેવાલો એમ બન્નેનો ઉપયોગ કરે છે. ઉપરાંત, બિનસત્તાવાર રીતે કે આપમેળે બને એવાં એકાઉન્ટ કે ગ્રૂપ બનાવશો નહિ અથવા WhatsAppનાં ફેરફાર કરેલાં વર્ઝનનો ઉપયોગ કરશો નહિ. WhatsApp કેવી રીતે આપમેળે મોકલાતા અને થોકબંધ મેસેજનો દુરુપયોગ રોકે છે એ વિશે વધુ માહિતી મેળવવા માટે, તમે આ શ્વેતપત્ર વાંચી શકો છો.
  • તમારી ન હોય એવી સંપર્ક સૂચિનો ઉપયોગ: લોકોની સંમતિ વગર ક્યારેય તેઓનો ફોન નંબર શેર કરવો નહિ અથવા વપરાશકર્તાઓને WhatsApp પર મેસેજ કરવા કે ગ્રૂપમાં ઉમેરવા માટે કોઈ ગેરકાનૂની સ્રોતમાંથી મેળવેલા ડેટાનો ઉપયોગ કરવો નહિ.
  • બ્રોડકાસ્ટ લિસ્ટનો વધારે પડતો ઉપયોગ: બ્રોડકાસ્ટ લિસ્ટ દ્વારા મોકલેલા મેસેજ વપરાશકર્તાઓને ત્યારે જ મળશે જ્યારે તેઓએ પોતાની સંપર્ક સૂચિમાં તમારો ફોન નંબર સેવ કર્યો હોય. ધ્યાનમાં રાખો કે, બ્રોડકાસ્ટ મેસેજના વારંવાર ઉપયોગથી લોકો તમારા મેસેજની જાણ કરી શકે છે અને અમે એકથી વધુ વાર જાણ કરવામાં આવ્યા હોય તેવાં એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકીએ છીએ.
  • પર્સનલ માહિતી એકત્ર કરવી: કોઈ પણ પરવાનગી વિનાના હેતુઓ માટે આપમેળે કે મેન્યુઅલ ટૂલનો ઉપયોગ કરીને WhatsAppમાંથી જથ્થાબંધ માહિતી કાઢવાનું ટાળો. આ રીતે વપરાશકર્તા પાસેથી ફોન નંબર, વપરાશકર્તાના પ્રોફાઇલ ફોટા અને WhatsApp પરના સ્ટેટસ સહિતની માહિતીનું સંપાદન અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરે છે.
  • અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન: તમને યાદ અપાવી દઈએ કે બીજી બાબતોની સાથેસાથે અમારી સેવાની શરતો એ જૂઠાણું ફેલાવવાં અને ગેરકાનૂની રીતે ધાકધમકી આપવા, નફરતની ભાવના કે રંગ કે જાતિ પ્રત્યે ભેદભાવભર્યા વર્તન પર મનાઈ ફરમાવે છે. તમે અમારી સેવાની શરતોને અહીં વાંચી શકો છો.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં