મને મારા વોઇસ મેસેજ કે વીડિયો કેમ સંભળાતા નથી?

iPhone
WhatsApp તમારાં સ્પીકર વાપરીને વોઇસ મેસેજ ચલાવશે, અથવા તો જો તમે ફોન તમારા કાનની નજીક લાવો, તો મેસેજ રિસીવરમાંથી ચાલશે. જયારે તમે તમારો ફોન કાનની નજીક લાવો છો, ત્યારે નજીકનું સેન્સર ચાલુ થાય છે અને સ્ક્રીન બંધ થઈ જશે, જયારે તમે ફોન પર હોવ છો ત્યારે થાય છે એવું જ. જો તમે મેસેજ સાંભળતા હો ત્યારે અવાજમાં વધઘટ કરવા માગતા હો, તો કૃપા કરીને તમારો ફોન કાનની નજીક રાખીને અવાજમાં વધઘટ કરો.
તમારા ફોનમાં નોટિફિકેશન, મીડિયા પ્લેબેક માટે સ્પીકર, રિસીવર અને હેડફોનથી આવતા અવાજનાં સેટિંગ અલગથી છે, અને આ સેટિંગ ઍપ મુજબ અલગ હોઈ શકે છે. જો ક્યારેક તમે મીડિયા સાંભળી ન શકો, તો મીડિયા ચાલતું હોય ત્યારે તમારા ફોનની બાજુમાં આવેલું અવાજ વધારવાનું બટન દબાવવાનો પ્રયત્ન કરી જુઓ. એવું બની શકે છે કે તમે જેના વડે અવાજ સાંભળવા માગો છો, તેના માટે અવાજનું સેટિંગ સાવ નીચું રાખવામાં આવ્યું હોય.
જો તમને લાગે કે સ્ક્રીન કાળી પડતી જાય છે અને તમે સ્પીકરથી વોઇસ મેસેજ સાંભળી નથી શકતા, તો એવું બની શકે કે અજાણતા તમે તમારી આંગળી કે હાથના થોડા ભાગથી નજીકનું સેન્સર ચાલુ કરી રહ્યા છો. કૃપા કરીને તમારો હાથ બરાબર મૂકો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં