લેબલ કેવી રીતે વાપરવા

Android
iPhone
લેબલ તમને તમારી ચેટ અને મેસેજને ગોઠવવા અને ઝડપથી શોધવામાં મદદ કરે છે. તમે જુદાજુદા રંગો અને નામ સાથેના લેબલ બનાવી શકો છો અને તેને તમે આખી ચેટ અથવા ચેટની અંદરના ખાસ મેસેજ પર ઉમેરી શકો છો.
લેબલ બનાવવા માટે
 1. WhatsApp Business ઍપ ખોલો.
 2. ચેટ > વધુ વિકલ્પો
  > લેબલ પર દબાવો.
 3. ઉમેરો પર દબાવો > લેબલનું નામ લખો > ઓકે પર દબાવો.
નોંધ: તમે વધુમાં વધુ 20 લેબલ બનાવી શકો છો.
ચેટમાં લેબલ લગાવવાની રીત
 1. WhatsApp Business ઍપ ખોલો.
 2. ચેટને દબાવી રાખો > લેબલ
  પર દબાવો.
 3. મનપસંદ લેબલ પસંદ કરો > સેવ કરો પર દબાવો.
મેસેજમાં લેબલ લગાવવાની રીત
 1. WhatsApp Business ઍપ ખોલો.
 2. મેસેજને દબાવી રાખો > વધુ વિકલ્પો
  > મેસેજને લેબલ કરો પર દબાવો.
 3. મનપસંદ લેબલ પસંદ કરો > સેવ કરો પર દબાવો.
નોંધ: જો ચેટ અથવા મેસેજ પર એક કરતાં વધુ લેબલ લગાવવામાં આવે, તો લેબલ એક પછી એક મૂકાયેલા દેખાશે.
લેબલ કરેલું કન્ટેન્ટ શોધવા માટે
 1. WhatsApp Business ઍપ ખોલો.
 2. ચેટ > વધુ વિકલ્પો
  > લેબલ પર દબાવો.
 3. લેબલ પર દબાવો.
ચેટ સ્ક્રીન પરથી, તમે કોઈ ગ્રાહકના પ્રોફાઇલ ફોટા કે ગ્રૂપના ફોટા પર દબાવીને પણ ચેટ સાથે સંકળાયેલા બધાં લેબલ જોઈ શકો છો.
લેબલનું સંચાલન કરો
ચેટ > વધુ વિકલ્પો
> લેબલ પર દબાવો. તમે જે લેબલ સંચાલિત કરવા માગો છો તેના પર દબાવો. તમે નીચે મુજબ ફેરફાર કરી શકો છો:
 • લેબલમાં ફેરફાર કરવા માટે: લેબલ > વધુ વિકલ્પો
  > લેબલમાં ફેરફાર કરો પર દબાવો.
 • લેબલનો રંગ બદલવા માટે: લેબલ > વધુ વિકલ્પો
  > રંગ પસંદ કરો પર દબાવો.
 • લેબલ ડિલીટ કરવા માટે: લેબલ > વધુ વિકલ્પો
  > લેબલ ડિલીટ કરો > હા પર દબાવો.
 • નવું બ્રોડકાસ્ટ બનાવો: લેબલ > વધુ વિકલ્પો
  > ગ્રાહકોને મેસેજ કરો પર દબાવો. તમારો મેસેજ બનાવવા અને મોકલવા માટે, ખરા
  પર દબાવો.
  • નોંધ: લેબલ વડે બનાવેલા બ્રોડકાસ્ટ મેસેજ ગ્રૂપને મોકલી શકાતા નથી. લેબલ વડે બનાવેલ બ્રોડકાસ્ટ મેસેજ માત્ર વ્યક્તિગત ગ્રાહકોને જ મળશે.
બિઝનેસ ટિપ: ચેટ માટે "નવા ગ્રાહક" અને "પરત ફરેલા ગ્રાહક" જેવા લેબલ બનાવવાથી તમને તમારા ગ્રાહકોના ખર્ચની આદતોનો ટ્રેક રાખવામાં મદદ મળે છે.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં