"આ મેસેજની રાહ જોવાય છે. આમાં થોડી વાર લાગી શકે છે." લખેલું દેખાય છે.
કેટલીક વાર, કોઈ સંપર્કે તમને મોકલેલા મેસેજની જગ્યાએ તમને ઉપર લખેલો મેસેજ દેખાઈ શકે છે. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનને કારણે, તમારે કોઈ વ્યક્તિનો મેસેજ મેળવવામાં રાહ જોવી પડી શકે, કેમ કે તેમનો ફોન ઓનલાઇન આવે તે જરૂરી છે. આવું ત્યારે બને છે જ્યારે તમે કે સામેની વ્યક્તિ હમણાં જ ફરીથી ઇન્સ્ટોલ કરેલાં અથવા કોઈ જૂના WhatsAppના વર્ઝન પર ચેટ કરી રહ્યા હો.
આ પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે:
- તમે જે વ્યક્તિને મેસેજ કરી રહ્યા છો તેને તેના ફોન પર WhatsApp ખોલવાનું કહો.
- સુનિશ્ચિત કરો કે તમારા બન્ને પાસે WhatsAppનું લેટેસ્ટ વર્ઝન છે.
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વિશે વધુ માહિતી માટે, અમારું વ્હાઇટ પેપર અને આ લેખ વાંચો.