WhatsApp Businessને Facebook પેજ સાથે સિંક કરવા વિશે

તમે તમારા Facebook પેજને તમારા WhatsApp Business એકાઉન્ટ સાથે લિંક કરી શકો છો, જે તમને તમારા Facebook પેજ પરથી તમારા WhatsApp Business એકાઉન્ટ સાથે બિઝનેસની માહિતી સિંક કરવા દે છે.
WhatsApp Business એકાઉન્ટ લિંક કરવા માટે, વપરાશકર્તાઓ પાસે:
  • પોતાના બિઝનેસ માટેનું એક Facebook પેજ હોવું જરૂરી છે
  • WhatsApp Business ઍપ પર એક એકાઉન્ટ હોવું જરૂરી છે
  • બન્ને મોબાઇલ ઍપનાં લેટેસ્ટ વર્ઝન હોવાં જરૂરી છે
એક વાર લિંક થઈ જાય એટલે Facebook પેજ આપમેળે તમારા WhatsApp Business એકાઉન્ટમાં માહિતી સિંક કરે છે.
જ્યારે સિંક કરવાની સુવિધા ચાલુ હોય ત્યારે WhatsApp Business ઍપના તમારા બિઝનેસ પ્રોફાઇલ વિભાગમાં લિંક કરેલા Facebook પેજ પરથી નીચેની માહિતી આપમેળે આવી જાય છે:
  • કામકાજનો સમય
  • સરનામું
  • વર્ણન
  • પ્રકાર
  • વેબસાઇટનું URL
  • ઇમેઇલ
સંબંધિત લેખો
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં