WhatsAppમાં Touch ID અથવા Face ID કેવી રીતે વાપરવું

iPhone
વધારાની સુરક્ષાના ભાગ રૂપે, તમે WhatsApp પર Touch ID અથવા Face ID ચાલુ કરી શકો છો. જ્યારે આ સુવિધા ચાલુ હોય, ત્યારે તમારે WhatsAppનું લૉક ખોલવા માટે Touch ID અથવા Face ID વાપરવું ફરજિયાત છે. જો WhatsApp લૉક હોય તો પણ તમે નોટિફિકેશનમાંથી મેસેજના જવાબ આપી શકો છો અને કૉલ પણ ઉપાડી શકો છો.
Touch ID અથવા Face ID ચાલુ કરવા માટે
WhatsAppમાં Touch ID અથવા Face ID વાપરવા માટે, તમારે પહેલાં iPhone સેટિંગમાંથી તેને ચાલુ કરવું પડશે.
  1. WhatsApp સેટિંગ ખોલો.
  2. પ્રાઇવસી > સ્ક્રીન લૉક પર દબાવો.
  3. Touch ID જરૂરી અથવા Face ID જરૂરી ચાલુ કરો.
  4. WhatsApp ખોલવા માટે Touch ID અથવા Face IDની કેટલા સમય પછી જરૂર પડશે તે પસંદ કરો.
Touch ID અથવા Face ID બંધ કરવા માટે
  1. WhatsApp સેટિંગ ખોલો.
  2. પ્રાઇવસી > સ્ક્રીન લૉક પર દબાવો.
  3. Touch ID જરૂરી અથવા Face ID જરૂરી બંધ કરો.
નોંધ: જો Touch ID અથવા Face IDથી WhatsAppનું લૉક ન ખૂલે, તો તમે તમારા iPhoneનો પાસકોડ લખી શકો છો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં