ગ્રૂપ કેવી રીતે બનાવવું અને એમાં આમંત્રણ કઈ રીતે આપવું

Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
તમે વધુમાં વધુ 256 જેટલા સભ્યો સાથે WhatsApp ગ્રૂપ બનાવી શકો છો.
ગ્રૂપ બનાવવા માટે
 1. WhatsAppમાં મેનૂ (
  અથવા તમારા ચેટના લિસ્ટની ઉપર
  ) પર ક્લિક કરો.
  • વૈકલ્પિક રીતે, નવી ચેટની નિશાની પર ક્લિક કરો.
 2. નવું ગ્રૂપ પર ક્લિક કરો.
 3. ગ્રૂપમાં ઉમેરવા માટે સંપર્કો શોધો અથવા પસંદ કરો. પછી લીલા તીરની નિશાની પર ક્લિક કરો.
 4. ગ્રૂપનું નામ લખો. આ ગ્રૂપનું નામ હશે, જેને બધા સભ્યો જોઈ શકશે.
  • નામની મર્યાદા 25 અક્ષરોની છે.
  • તમે ઇમોજીની નિશાની પર ક્લિક કરીને નામમાં ઇમોજી ઉમેરી શકો છો.
  • તમે ગ્રૂપનો ફોટો ઉમેરો
   પર ક્લિક કરીને ગ્રૂપનો ફોટો ઉમેરી શકો છો. તમે ફોટો લો કે ફોટો અપલોડ કરો પસંદ કરી શકો છો અથવા તો વેબ પર શોધો વાપરીને ફોટો ઉમેરી શકો છો. સેટ થઈ જવા પર, આ ફોટો તમારા ચેટ લિસ્ટમાં તે ગ્રૂપની બાજુમાં દેખાશે.
   • નોંધ: Web Search હાલમાં WhatsApp વેબ માટે ઉપલબ્ધ નથી.
 5. થઈ જાય એટલે લીલા રંગના ખરાના આઇકન પર ક્લિક કરો.
લિંક મારફતે ગ્રૂપમાં સામેલ થવાનું આમંત્રણ મોકલવા માટે
જો તમે ગ્રૂપ એડમિન હો, તો તમે લોકો સાથે માત્ર એક લિંક શેર કરીને તેઓને ગ્રૂપમાં સામેલ થવાનું આમંત્રણ મોકલી શકો છો. અગાઉની આમંત્રણની લિંક અમાન્ય કરવા અને નવી લિંક બનાવવા માટે એડમિન લિંક રિસેટ કરી શકે છે.
 1. WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી ગ્રૂપના નામ પર ક્લિક કરો.
  • વૈકલ્પિક રીતે, ઉપર જમણે ખૂણે મેનૂ (
   અથવા
   ) પર ક્લિક કરીને > ગ્રૂપની માહિતી પર ક્લિક કરો.
 2. લિંક મારફતે ગ્રૂપમાં સામેલ થવાનું આમંત્રણ મોકલો પર ક્લિક કરો.
 3. WhatsApp મારફતે લિંક મોકલો પસંદ કરો અથવા લિંક કોપિ કરો.
  • જો WhatsAppથી મોકલો છો, તો જે સંપર્કોને આમંત્રણ મોકલવું હોય તેને શોધો કે પસંદ કરો, પછી મોકલો પર ક્લિક કરો.
  • લિંક રિસેટ કરવા માટે, લિંક રિસેટ કરો > લિંક રિસેટ કરો પર ક્લિક કરો.
નોંધ:
 • જે પણ WhatsApp વપરાશકર્તા સાથે તમે આમંત્રણ લિંક શેર કરશો તે ગ્રૂપમાં જોડાઈ શકે છે, તેથી આ સુવિધાનો માત્ર ભરોસાપાત્ર લોકો માટે ઉપયોગ કરો. શક્ય છે કે કોઈ આ લિંક બીજાને ફોરવર્ડ કરે. જો આવું થાય, તો બીજા લોકો પણ ગ્રૂપમાં જોડાઈ શકે છે અને આવા લોકો ગ્રૂપમાં જોડાય એ પહેલાં ગ્રૂપ એડમિનને તેઓને ગ્રૂપમાં ઉમેરવાની મંજૂરી માટે પૂછવામાં નહિ આવે.
 • અમે આવતા મહિનાઓમાં ધીમે ધીમે ગ્રૂપના કદમાં વધારો કરી રહ્યા છીએ અને આ સુવિધાને એક્સેસ કરવામાં વિલંબ થઈ શકે છે.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં