ગ્રૂપ કેવી રીતે બનાવવું અને એમાં આમંત્રણ કઈ રીતે આપવું
Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
Mac
તમે વધુમાં વધુ 1024 જેટલા સભ્યો સાથે WhatsApp ગ્રૂપ બનાવી શકો છો.
ગ્રૂપ બનાવવા માટે
- WhatsApp ખોલો > > નવું ગ્રૂપ પર દબાવો.
- વૈકલ્પિક રીતે, > નવું ગ્રૂપ પર દબાવો.
- વૈકલ્પિક રીતે,
- ગ્રૂપમાં ઉમેરવા માટે સંપર્કો શોધો અથવા પસંદ કરો. પછી, લીલા તીરની નિશાની પર દબાવો.
- ગ્રૂપનું નામ લખો. આ ગ્રૂપનું નામ હશે, જેને બધા સભ્યો જોઈ શકશે.
- નામની મર્યાદા 100 અક્ષરોની છે.
- તમારા નામમાં ઇમોજી ઉમેરવા માટે તમે પર દબાવી શકો છો.
- તમે કેમેરાના આઇકન પર દબાવીને ગ્રૂપ ફોટો ઉમેરી શકો છો. નવો ફોટો ઉમેરવા માટે તમે તમારા કેમેરા, ગેલેરી, ઇમોજી અને સ્ટિકરનો ઉપયોગ કરવાનું અથવા વેબ પર શોધો પસંદ કરી શકો છો. સેટ થઈ જવા પર, આ ફોટો ચેટ ટેબમાં તે ગ્રૂપની બાજુમાં દેખાશે.
- તમે પૂરું કરી લો એ પછી લીલા રંગની ખરાંની નિશાની પર દબાવો.
નોંધ: જો ગ્રૂપનું નામ ઉમેર્યું ન હોય, તો ગ્રૂપમાં વપરાશકર્તાઓનું લિસ્ટ ગ્રૂપનું નામ હશે.
લિંક અથવા QR કોડથી ગ્રૂપમાં આમંત્રણ આપવા માટે
જો તમે ગ્રૂપ એડમિન હો, તો તમે લોકો સાથે માત્ર એક લિંક કે QR કોડ શેર કરીને તેઓને ગ્રૂપમાં સામેલ થવાનું આમંત્રણ મોકલી શકો છો. અગાઉ આપેલા આમંત્રણની લિંકને અમાન્ય કરવા અને નવી લિંક બનાવવા માટે એડમિન ક્યારેય પણ લિંક રિસેટ કરી શકે છે.
- WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી ગ્રૂપના નામ પર દબાવો.
- વૈકલ્પિક રીતે, ચેટ ટેબમાં ગ્રૂપ પર દબાવી રાખો. પછી, > ગ્રૂપની માહિતી પર દબાવો.
- વૈકલ્પિક રીતે, ચેટ ટેબમાં ગ્રૂપ પર દબાવી રાખો. પછી,
- લિંકથી આમંત્રણ આપો પર દબાવો.
- WhatsAppથી લિક મોકલો, લિંક કોપિ કરો, લિંક શેર કરો અથવા QR કોડ પસંદ કરો.
- જો WhatsAppથી મોકલી રહ્યા હો, તો સંપર્કો શોધો અથવા પસંદ કરો, પછી પર દબાવો.
- લિંક રિસેટ કરવા માટે, લિંક રિસેટ કરો > લિંક રિસેટ કરો પર દબાવો.
- જો WhatsAppથી મોકલી રહ્યા હો, તો સંપર્કો શોધો અથવા પસંદ કરો, પછી
બધા સભ્યોને ગ્રૂપ ચેટમાં બીજા લોકોને ઉમેરવાની પરવાનગી આપવા માટે એડમિન ગ્રૂપ સેટિંગ બદલી પણ શકે છે.
નોંધ: જે પણ WhatsApp વપરાશકર્તા સાથે તમે આમંત્રણની લિંક શેર કરશો તે ગ્રૂપમાં જોડાઈ શકે છે, તેથી આ સુવિધાનો માત્ર તમે ભરોસો કરતા હો, તેવા લોકો માટે જ ઉપયોગ કરો. એ લિંક કોઈ વ્યક્તિ બીજા લોકોને ફોરવર્ડ કરી શકે છે, જે પછી ગ્રૂપ એડમિનની વધુ મંજૂરી વગર ગ્રૂપમાં જોડાઈ શકે છે.