મને મારી WhatsApp ચેટમાં નવો સિસ્ટમ મેસેજ કેમ દેખાય છે?

WhatsApp પર બિઝનેસ સાથે મેસેજ કરવો એટલે શું તે વિશે અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ.
કેટલાક બિઝનેસ કે જેની સાથે તમે WhatsApp પર ચેટ કરો છો તેઓ તેના મેસેજનું સંચાલન કરવા અને તેને સ્ટોર કરવા Facebook કે અન્ય કંપનીનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકે છે. જ્યારે કોઈ બિઝનેસ અન્ય કંપની સાથે તેમના મેસેજનું સંચાલન કરવાનું પસંદ કરે ત્યારે અમે આ સિસ્ટમ મેસેજ બતાવીને તમને જણાવીશું:
જો કોઈ બિઝનેસ તેમની ચેટનું સંચાલન જાતે કરી રહ્યા હોય, તો તમને આ સિસ્ટમ મેસેજ દેખાશે:
જો કોઈ બિઝનેસ તેમના મેસેજ હોસ્ટ કરવા માટે Facebook વાપરવાનું પસંદ કરે, તો પણ Facebook તમને દેખાતી જાહેરાતોની જાણ કરવા માટે આપમેળે તમારા મેસેજનો ઉપયોગ કરશે નહિ. માર્કેટિંગ હેતુઓ માટે ગ્રાહકો સાથે વાતચીત કરવા, બિઝનેસ તેમના પોતાના કૉલ સેન્ટર કે ઇમેઇલ જેવી અન્ય કોઈ પણ વાતચીતની રીતો વાપરી શકે છેે જેમાં Facebook કે બીજી જાહેરાતોનો સમાવેશ થઈ શકે છે. તે બિઝનેસની પ્રાઇવસીની રીતો વિશે વધુ જાણવા માટે તમે કોઈ પણ સમયે તેમનો સંપર્ક કરી શકો છો.
જો તમે કોઈ બિઝનેસના મેસેજ મેળવવા ન માગતા હો, તો તમે ચેટમાંથી જ સીધા તેમની સાથે સંપર્ક તોડી શકો છો અથવા તમારા સંપર્કના લિસ્ટમાંથી તેમને ડિલીટ કરી શકો છો.
હંમેશાં ખાનગી અને સુરક્ષિત
દરેક WhatsApp મેસેજ અમુક સાંકેતિક કોડ દ્વારા સુરક્ષિત છે જે તમારા ડિવાઇસ પરથી મોકલતા પહેલાં જ મેસેજને સુરક્ષિત કરી દે છે. બિઝનેસ એકાઉન્ટને મેસેજ મોકલો, ત્યારે તમારો મેસેજ સુરક્ષિત રીતે બિઝનેસ દ્વારા પસંદ કરવામાં આવેલી નિર્ધારિત જગ્યાએ પહોંચાડવામાં આવે છે.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં