WhatsApp Business માટેના QR કોડ વિશે

WhatsApp Business QR કોડ એ ગ્રાહકો માટે તમારો બિઝનેસ શોધવા અને તેના સુધી પહોંચવાની એક સરળ રીત છે. જૂના અને નવા ગ્રાહકો તમારા બિઝનેસ એકાઉન્ટના QR કોડને સ્કેન કરીને WhatsApp Business ઍપ દ્વારા તમને મેસેજ મોકલી શકે છે. તમે જ્યાં સુધી તમારા WhatsApp Business એકાઉન્ટને રિસેટ કે ડિલીટ ન કરો ત્યાં સુધી તમારો અજોડ QR કોડ એક્સપાયર થશે નહિ.
બિઝનેસ ટિપ: તમે પહેલેથી એક મેસેજ બનાવી શકો છો જેને ગ્રાહકો તમારી ટૂંકી લિંક ખોલ્યા પછી તેમાં ઝડપથી ફેરફાર કરી અને મેસેજ મોકલી શકે છે. તમે ટૂંકી લિંક વિભાગની નીચે કોઈ પણ સમયે આ મેસેજ અપડેટ કરી શકો છો.
તમારો WhatsApp QR કોડ જોવા માટે
Android
 1. WhatsApp Business ઍપ ખોલો > વધુ વિકલ્પો
  પર દબાવો
 2. બિઝનેસ ટૂલ > ટૂંકી લિંક પર દબાવો.
 3. તમારો QR કોડ જોવા માટે QR કોડ જુઓ પર દબાવો.
iPhone
 1. WhatsApp Business > સેટિંગ ખોલો.
 2. સેટિંગ > બિઝનેસ ટૂલ > ટૂંકી લિંક પર દબાવો.
 3. તમારો QR કોડ જોવા માટે QR કોડ પર દબાવો.
સંબંધિત લેખો:
 • Android | iPhone પર તમારો WhatsApp Business QR કોડ કેવી રીતે શેર કરવો
 • Android | iPhone પર તમારો WhatsApp QR કોડ કેવી રીતે પ્રિન્ટ કરવો
 • Android | iPhone પર WhatsApp Business માટે તમારો QR કોડ કેવી રીતે રિસેટ કરવો
શું આ મદદરૂપ હતું?
હા
નહીં