તમારા WhatsApp Messenger એકાઉન્ટને WhatsApp Business ઍપ પર કેવી રીતે ખસેડવું
Android
iPhone
તમે WhatsApp Messenger પરથી WhatsApp Business ઍપ પર જાઓ તે પહેલાં, અમે તમારા એકાઉન્ટનો બેકઅપ લેવાની ભલામણ કરીએ છીએ. બેકઅપ કેવી રીતે લેવો, તેના વિશે આ લેખમાં જાણો.
બિઝનેસ ટિપ: બિઝનેસ WhatsApp Business ઍપ પર સ્વિચ કરીને તેમના વેચાણ અને વૃદ્ધિ પર મોટી અસર કરી શકે છે. WhatsApp Business ઍપ ગ્રાહકો સાથે કનેક્ટ કરવા અને પ્રોડક્ટ અને સેવાઓના વેચાણ માટે વિવિધ સુવિધાઓ ફ્રીમાં ઓફર કરે છે.
- WhatsApp Messenger અપડેટ કરો અને Apple App Store પરથી WhatsApp Business ઍપ ડાઉનલોડ કરો.
- WhatsApp Business ઍપ ખોલો.
- WhatsApp Business ઍપની સેવાની શરતો વાંચો. શરતો સ્વીકારવા માટે સંમત થાઓ અને ચાલુ રાખો પર દબાવો.
- WhatsApp Business ઍપ તમે WhatsApp Messengerમાં જે નંબર વાપરી રહ્યા છો તેને આપમેળે ઓળખી લે છે. આગળ વધવા માટે, તમારા બિઝનેસના નંબર સાથેના વિકલ્પ પર દબાવો.
- તમે જે નંબર વાપરવા માગો છો, એ નંબર દેખાય છે તે નથી તો બીજો કોઈ નંબર વાપરો, પછી સામાન્ય ખાતરી કરવાની પ્રક્રિયાનું પાલન કરો.
- WhatsApp તમને 6 અંકોનો કોડ એક SMS દ્વારા મોકલશે. તમારા નંબરની ખાતરી કરવા માટે 6 અંકોનો કોડ લખો.
- જો તમારું iCloud Keychain ચાલુ કરેલું હશે અને તમે આ નંબરની પહેલાં આ જ ફોન પર ખાતરી કરી હશે, તો તમારે આ પગલું પૂરું કરવું નહિ પડે.
- તમારી બિઝનેસ પ્રોફાઇલ બનાવો, પછી થઈ ગયું પર દબાવો.
- એક વાર તમારું WhatsApp Business એકાઉન્ટ ચાલુ થઈ જાય એટલે તમે તમારી બિઝનેસ પ્રોફાઇલમાં ફેરફાર કરવાનું ચાલુ રાખી શકો છો.