WhatsApp Business માટે તમારા QR કોડને કેવી રીતે રિસેટ કરવો

જો તમે પહેલાં તમારો WhatsApp QR કોડ શેર કર્યો હોય પણ તમે ઇચ્છતા ન હો કે કોઈ તેને સ્કેન કરીને તમને શોધી કાઢે, તો તમે તમારો QR કોડ રિસેટ કરી શકો છો. એક વાર તમે QR કોડ રિસેટ કરી લો પછી, તમારો પહેલાંનો કોડ કામ કરશે નહિ. જો તમે નવો QR કોડ રિસેટ કરવાનું પસંદ કરો, તો તમારે તમારા ગ્રાહકો સાથે તેને ફરીથી શેર કરવાની જરૂર પડશે.
બિઝનેસ ટિપ: તમે કોઈ પણ કારણોસર તમારો QR કોડ રિસેટ કરી શકો છો. જો તમે અગાઉ તમારો કોડ સોશિયલ મીડિયા પર શેર કર્યો હોય અને કામ વગરના મેસેજ આવવાના શરૂ થઈ ગયા હોય, તો તમે તમારા કોડને રિસેટ કરી શકો છો જેથી સ્પામ કરનારને તમારા સુધી પહોંચતા અટકાવી શકાય.
તમારો QR કોડ રિસેટ કરવા માટે
  1. WhatsApp Business ઍપ ખોલો.
  2. વધુ વિકલ્પો
    > બિઝનેસ ટૂલ > ટૂંકી લિંક પર દબાવો.
  3. QR કોડ જુઓ પર દબાવો.
  4. વધુ વિકલ્પો
    > લિંક રિસેટ કરો > રિસેટ કરો પર દબાવો.
સંબંધિત લેખ:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં