સંપર્કો કેવી રીતે શોધવા
તમે તમારા ફોનની એડ્રેસ બુક જોઈને ઝડપથી અને સરળતાથી ઓળખી શકો છો કે તમારા કયા સંપર્કો WhatsAppનો ઉપયોગ કરે છે.
- WhatsApp ખોલીને ચેટ ટેબ પર જાઓ.
- નવી ચેટની નિશાની પર દબાવો.
જો તમને તમારા સંપર્કો ન દેખાય, તો આ તપાસો:
- તમારા સંપર્કો WhatsAppનો ઉપયોગ કરે છે.
- તમે તમારા સંપર્કોના ફોન નંબરો તમારા ફોનની એડ્રેસ બુકમાં સેવ કરેલા છે. જો તે વિદેશી ફોન નંબરનો ઉપયોગ કરતા હોય તો સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય રીતનો ઉપયોગ કરો.
- તમે WhatsAppને તમારા ફોનની સેટિંગ ઍપમાં તમારા સંપર્કોમાં પ્રવેશની પરવાનગી આપી છે.