બે વાર ખાતરીની સુવિધા વિશે

બે વાર ખાતરીની સુવિધા વૈકલ્પિક છે, જે તમારા WhatsApp એકાઉન્ટ પર વધુ સુરક્ષા ઉમેરી આપે છે. તમે તમારો ફોન નંબર WhatsApp પર સફળતાપૂર્વક રજિસ્ટર કરી લો એ પછી, તમે બે વાર ખાતરી માટેની સ્ક્રીન જોશો. તમે આ લેખમાં શીખી શકો કે કેવી રીતે બે વાર ખાતરીની સુવિધા ચાલુ કરી શકો.

જ્યારે તમે બે વાર ખાતરીની સુવિધા ચાલુ કરો, ત્યારે તમારી પાસે તમારું ઇમેઇલ એડ્રેસ આપવાનો વિકલ્પ હશે. એનાથી જો તમે ક્યારેય તમારો પિન નંબર ભૂલી જાઓ, તો WhatsApp તમને ફરી સેટ કરવાની લિંક મોકલી શકે અને આ તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવામાં પણ મદદ કરે છે.
તમને તમારો પિન યાદ રાખવા મદદ મળે એ માટે, WhatsApp તમને અમુક ચોક્કસ સમય બાદ તમારો પિન દાખલ કરવા વિનંતી કરશે. કમનસીબે, આ પિન યાદ કરાવવાનું બંધ કરવાનો કોઈ વિકલ્પ નથી. એના માટે તમારે બે વાર ખાતરીની સુવિધા બંધ કરવી પડશે. આ લેખમાં શીખો કે કેવી રીતે બે વાર ખાતરીના સેટિંગનું સંચાલન કરી શકાય.
નોંધ: બે વાર ખાતરી માટેનો પિન એ SMS કે ફોન કૉલથી મળતા 6 અંકોના નોંધણી કોડથી અલગ છે. તમે આ લેખમાં નોંધણી વિશે વધુ શીખી શકો છો.
સંબંધિત લેખ:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં