તમારો ફોન નંબર કેવી રીતે બદલવો

નંબર બદલવાની સુવિધા તમને તમારા WhatsApp એકાઉન્ટ સાથે સંકળાયેલા ફોન નંબરને તમારા હાલના કે નવા ફોન પર બદલવા દે છે. તમારો ફોન નંબર બદલતા પહેલાં:
 • ખાતરી કરો કે તમારો નવો ફોન નંબર SMS કે ફોન કૉલ મેળવી શકે છે અને તેના પર મોબાઇલ નેટવર્ક ચાલુ છે.
 • ખાતરી કરો કે તમારો જૂનો ફોન નંબર હાલમાં તમારા ફોનના WhatsApp પર રજિસ્ટર થયેલો છે. તમે WhatsApp સેટિંગ ખોલીને તમારા પ્રોફાઇલ ફોટો પર દબાવીને તમારો રજિસ્ટર થયેલો ફોન નંબર શોધી શકો છો.
એના એ જ ફોન પર ફોન નંબર બદલવા માટે
નવા ફોન નંબર સાથેનું સિમ કાર્ડ તમારા ફોનમાં બેસાડો. પછી, નીચે મુજબ કરો:
 1. WhatsApp સેટિંગ ખોલો.
 2. એકાઉન્ટ > નંબર બદલો > આગળ પર દબાવો.
 3. પહેલા ખાનામાં તમારો જૂનો ફોન નંબર લખો અને બીજા ખાનામાં તમારો નવો ફોન નંબર લખો, બન્ને સંપૂર્ણ આંતરરાષ્ટ્રિય રીત મુજબ.
 4. આગળ પર દબાવો.
  • જો તમે સંપર્કોને જાણ કરો ચાલુ કરો, તો તમે બધા સંપર્કો, હું જેમની સાથે ચેટ કરું છું તે સંપર્કો અથવા મરજી મુજબ... દ્વારા જાણ કરવાનું પસંદ કરી શકો. જો તમે મરજી મુજબ... પસંદ કરો, તો તમે જે સંપર્કોને જાણ કરવા માગતા હો તેને તમારે શોધવા કે પસંદ કરવા પડશે, પછી થઈ ગયું પર દબાવો.
  • જ્યારે તમે ફોન નંબર બદલો ત્યારે તમારી ગ્રૂપ ચેટમાં આપમેળે જાણ કરવામાં આવે છે, પછી ભલે તમે તમારા સંપર્કોને જાણ કરવાનું પસંદ કર્યું હોય કે ન હોય.
 5. થઈ ગયું પર દબાવો.
 6. પછી, તમને તમારા નવા ફોન નંબરને રજિસ્ટર કરવા માટે પૂછવામાં આવશે. આ લેખમાં વધુ શીખો.
નવા ફોન પર ફોન નંબર બદલો
તમારી જૂની ચેટ ટ્રાન્સફર કરવા માટે, તમારે તમારા જૂના ફોન પર iCloud અથવા કમ્પ્યૂટર બેકઅપ બનાવવો પડશે. એ કેવી રીતે કરવું એ આ લેખમાં શીખો. જો તમે iCloud કે કમ્પ્યૂટર બેકઅપ ન બનાવો, તો કેવી રીતે તમારો બેકઅપ પાછો મેળવવો એની માહિતી માટે તમારે Apple Supportની વેબસાઇટ પર જવું પડશે.
તમારા જૂના ફોન પર ફોન નંબર બદલ્યા પછી, તમારા નવા ફોનનો ઉપયોગ કરીને નીચેના પગલાં ભરો:
 1. WhatsApp ઇન્સ્ટોલ કરો.
 2. તમારો નવો ફોન નંબર ફરી રજિસ્ટર કરો.
 3. તમારો બેકઅપ પાછો મેળવો.
સંબંધિત લેખો:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં