Instagram પ્રોફાઇલ પર WhatsApp Business એકાઉન્ટ કેવી રીતે ઉમેરવું

તમે WhatsApp Business ઍપ પર તમારા WhatsApp Business એકાઉન્ટ સાથે તમારા Instagram એકાઉન્ટને લિંક કરી શકો છો.
બિઝનેસ ટિપ: તમારા Instagram પ્રોફેશનલ એકાઉન્ટને WhatsApp Business એકાઉન્ટ સાથે લિંક કરવાથી તમારી Instagram પ્રોફાઇલ પર WhatsApp પર જાઓ બટન ચાલુ થાય છે. WhatsApp પર જાઓ બટનથી ગ્રાહકોને તમારા બિઝનેસ સાથે જોડવામાં સરળતા રહેશે અને તમારા ગ્રાહકો વધશે.
આ એકાઉન્ટને લિંક કરવા માટે, તમારી પાસે:
  • Instagram પર તમારા બિઝનેસ માટે પ્રોફેશનલ એકાઉન્ટ હોવું જોઈએ.
  • WhatsApp Business ઍપ પર એકાઉન્ટ હોવું જોઈએ.
  • મોબાઇલ ઍપનાં લેટેસ્ટ વર્ઝન હોવાં જોઈએ.
તમારા Instagram એકાઉન્ટને WhatsApp Business ઍપ સાથે લિંક કરવાની રીત
તમે WhatsApp Business ઍપ મારફતે તમારા Instagram અને WhatsApp Business એકાઉન્ટને લિંક કરી શકો છો.
  1. WhatsApp Business ઍપ ખોલો.
  2. Android પર, વધુ વિકલ્પો પર દબાવો. iPhone પર, સેટિંગ પર દબાવો.
  3. બિઝનેસ ટૂલ > Facebook અને Instagram પર દબાવો.
  4. Instagram > ચાલુ રાખો પર દબાવો. આનાથી Instagram લોગ ઇન પેજ ખુલશે.
  5. તમારા Instagram એકાઉન્ટ માટેની તમારી લોગ ઇનની માહિતી લખો. લોગ ઇન કરો પર દબાવો. તમે તમારા Facebook એકાઉન્ટનો ઉપયોગ કરીને લોગ ઇન કરવા માટે Facebook વડે ચાલુ રાખો પર પણ દબાવી શકો છો.
  6. જો તમારી પાસે Instagram પર પહેલાંથી જ પ્રોફેશનલ એકાઉન્ટ હોય, તો આગલા પગલાં પર ચાલુ રાખો. જો તમારી પાસે પ્રોફેશનલ એકાઉન્ટ ન હોય, તો તમારે પ્રોફેશનલ એકાઉન્ટ પર સ્વિચ કરવું પડશે.
    1. આગળ પર દબાવો.
    2. બિઝનેસ અથવા ક્રિએટર પસંદ કરો. પછી, આગળ > આગળ > આગળ પર દબાવો.
  7. તમારા એકાઉન્ટની માહિતીની ખાતરી કરો. ઉમેરો > WhatsApp પર પાછા જાઓ પર દબાવો.
એક વાર તમે WhatsApp Business ઍપ પર પાછા આવી જાઓ, એટલે તમારું લિંક કરેલું Instagram પ્રોફેશનલ એકાઉન્ટ Facebook અને Instagram સ્ક્રીનમાં સૌથી ઉપર દેખાશે.
WhatsApp Business ઍપ પરથી તમારા લિંક કરેલા Instagram એકાઉન્ટને દૂર કરવાની રીત
જો તમે હવે તમારા એકાઉન્ટને કનેક્ટ રાખવા માગતા નથી, તો તમે તમારા Instagram અને WhatsApp એકાઉન્ટને WhatsApp Business ઍપથી અનલિંક કરી શકો છો.
  1. WhatsApp Business ઍપ ખોલો.
  2. Android પર, વધુ વિકલ્પો પર દબાવો. iPhone પર, સેટિંગ પર દબાવો.
  3. બિઝનેસ ટૂલ > Facebook અને Instagram પર દબાવો.
  4. તમારા લિંક કરેલા Instagram એકાઉન્ટ > WhatsAppને દૂર કરો > દૂર કરો પર દબાવો.
એક વાર તમે તમારું એકાઉન્ટ દૂર કરી દો, એટલે તે હવે Facebook અને Instagramની સ્ક્રીન પર દેખાશે નહિ.
નોંધ:
  • WhatsApp Business ઍપ પર Instagram બિઝનેસની બધી જ કેટેગરી ઉપલબ્ધ નથી. જો તમને “તમારા Instagram બિઝનેસની કેટેગરી WhatsApp પર ઉપલબ્ધ નથી” કહેતો ખામીનો મેસેજ દેખાય, તો તમારે તમારા એકાઉન્ટ લિંક કરવા માટે WhatsApp કોમર્સ પોલિસી મુજબ તમારા Instagram બિઝનેસની કેટેગરી બદલવી પડશે. જેથી કરીને તે તમારા એકાઉન્ટની સાથે સફળતાપૂર્વક લિંક થઈ જાય.
  • તમારા એકાઉન્ટને લિંક કરવા માટે WhatsApp, નીચેની માહિતી Facebook સાથે શેર કરે છે:
    • જો Instagram પર તમારી પાસે પ્રોફેશનલ એકાઉન્ટ ન હોય, તો Instagram પર તમારી પ્રોફેશનલ બિઝનેસ કેટેગરીને સેટ કરવા માટે તમારી WhatsApp બિઝનેસ કેટેગરીનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમારી પાસે પહેલેથી જ Instagram પર પ્રોફેશનલ એકાઉન્ટ હોય, તો તમારી WhatsApp બિઝનેસ કેટેગરી શેર કરવામાં આવતી નથી.
    • તમારો WhatsApp Business ફોન નંબર શેર કરવામાં આવે છે, જેથી તમારી Instagram પ્રોફાઇલથી ગ્રાહકો તમને મેસેજ મોકલી શકે.
સંબંધિત લેખો
શું આ મદદરૂપ હતું?
હા
નહીં