WhatsApp QR કોડ કેવી રીતે સ્કેન કરવો

તમે WhatsApp QR કોડ સ્કેન કરીને કોઈ મિત્ર કે કુટુંબના સભ્યની સંપર્ક માહિતી WhatsAppમાં ઉમેરી શકો છો.
WhatsApp QR કોડ સ્કેન કરવા વિશે
રૂબરૂમાં સ્કેન કરવા માટે
  1. WhatsApp ખોલો > વધુ વિકલ્પો
    > સેટિંગ પર દબાવો.
  2. તમારા નામની બાજુમાં દેખાતા QR આઇકન પર દબાવો.
  3. કોડ સ્કેન કરો પર દબાવો.
  4. સ્કેન કરવા માટે QR કોડની સામે તમારું ડિવાઇસ રાખો.
  5. ઉમેરો પર દબાવો.
WhatsAppમાં તમારા કેમેરાથી સ્કેન કરવા માટે
  1. WhatsApp ખોલો > કેમેરા
    પર દબાવો.
  2. સ્કેન કરવા માટે QR કોડની સામે તમારું ડિવાઇસ રાખો.
  3. ઉમેરો પર દબાવો.
ગેલેરીમાંથી સ્કેન કરવા માટે
  1. WhatsApp ખોલો > વધુ વિકલ્પો
    > સેટિંગ પર દબાવો.
  2. તમારા નામની બાજુમાં દેખાતા QR આઇકન પર દબાવો.
  3. કોડ સ્કેન કરો પર દબાવો.
  4. સ્ક્રીનની નીચે ગેલેરી આઇકન પર દબાવો.
  5. તમારી ગેલેરીમાંથી WhatsApp QR કોડ પસંદ કરો અથવા તમારા ફોટામાંથી પસંદ કરવા માટે વધુ
    > ફોટા પર દબાવો.
  6. ઓકે પર દબાવો.
  7. ઉમેરો પર દબાવો.
નવી સંપર્ક સ્ક્રીનમાંથી સ્કેન કરવા માટે
  1. WhatsApp ખોલો > નવી ચેટ
    પર દબાવો.
  2. નવો સંપર્કની બાજુમાં QR આઇકન પર દબાવો.
  3. કોડ સ્કેન કરો પર દબાવો.
  4. ઉમેરો પર દબાવો.
WhatsApp કેમેરાથી સ્કેન કરવા માટે
  1. WhatsApp ખોલો > કેમેરા
    પર દબાવો.
  2. સ્કેન કરવા માટે QR કોડ સાથેનો ફોટો પસંદ કરો.
  3. ઉમેરો પર દબાવો.
ચેટમાંથી જ સ્કેન કરવા માટે
  1. WhatsApp ખોલો અને કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ પર જાઓ.
  2. કેમેરા આઇકન પર દબાવો.
  3. સ્કેન કરવા માટે QR કોડ સાથેનો ફોટો પસંદ કરો.
  4. ઉમેરો પર દબાવો.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં