એકાઉન્ટને સુરક્ષિત રાખવાની ટિપ્સ

તમે નીચેના પગલાં ભરીને વધુ સારી રીતે તમારું WhatsApp એકાઉન્ટ સુરક્ષિત કરી શકો છો:
  • બીજા કોઈની સાથે કદી પણ તમારો નોંધણી કોડ અથવા બે વાર ખાતરીનો પિન શેર કરશો નહિ.
  • બે વારની ખાતરી ચાલુ કરો અને તમે કદાચ પિન ભૂલ જાઓ તે માટે એક ઇમેઇલ એડ્રેસ આપો.
  • ડિવાઇસનો કોડ સેટ કરો.
  • તમારો ફોન કોના કોના હાથમાં જાય છે તેનો તમને ખ્યાલ હોવો જોઈએ. જો કોઈ વ્યક્તિ તમારો ફોન વાપરી શકતી હોય, તો તેઓ તમારી પરવાનગી વગર તમારું WhatsApp એકાઉન્ટ વાપરી શકે છે.
અમે આ સૂચના તમારા મિત્રો અને કુટુંબ સાથે શેર કરવાની ભલામણ કરીએ છીએ, જેથી તેઓને તેમનાં WhatsApp એકાઉન્ટ સુરક્ષિત રાખવામાં મદદ મળે.
નોંધ: જો તમને બે વાર ખાતરીનો પિન અથવા નોંધણી કોડ ફરી સેટ કરવા માટે કોઈ ઇમેઇલ મળે, પણ તમે એની વિનંતી કરી ન હોય, તો લિંક પર ક્લિક કરશો નહિ. કોઈ WhatsApp પર તમારા ફોન નંબરથી પ્રવેશ મેળવવાનો પ્રયત્ન કરતું હોઈ શકે.
સંદર્ભો
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં