ગ્રાહકો સાથે પ્રોડક્ટ કે સેવાઓ કેવી રીતે શેર કરવી

વેબ અને ડેસ્કટોપ
Android
iPhone
તમે તમારું કેટલોગ શેર કરીને તમારી પ્રોડક્ટ કે સેવાઓ નવા અને જૂના ગ્રાહકો સાથે શેર કરી શકો છો.
વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં તમારું કેટલોગ શેર કરવા માટે
 1. WhatsApp Business ઍપમાં કોઈ ચેટ ખોલો.
 2. લખવાની જગ્યાની પાસે રહેલા જોડો
  પર દબાવો. પછી, કેટલોગ પર દબાવો.
 3. મોકલો
  પર દબાવો.
વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં પ્રોડક્ટ કે સેવાઓ શેર કરવા માટે
 1. WhatsApp Business ઍપમાં કોઈ ચેટ ખોલો.
 2. લખવાની જગ્યાની પાસે રહેલા જોડો
  પર દબાવો. પછી, કેટલોગ પર દબાવો.
 3. તમે શેર કરવા માગતા હો તે પ્રોડક્ટ કે સેવા પસંદ કરો.
 4. મોકલો
  પર દબાવો.
આખું કેટલોગ શેર કરવા માટે
 1. WhatsApp Business ઍપ ખોલો.
 2. વધુ વિકલ્પો
  > બિઝનેસ ટૂલ > કેટલોગ પર દબાવો.
 3. વધુ વિકલ્પો > શેર કરો પર દબાવો.
 4. પછી તમે WhatsApp Business ઍપ વડે તમારા સંપર્કો અથવા સંભવિત ગ્રાહકોને લિંક મોકલી શકો છો અથવા ઇમેઇલ કે અન્ય થર્ડ પાર્ટી મેસેજિંગ ઍપ વડે લિંક શેર કરી શકો છો.
કોઈ પ્રોડક્ટ કે સેવા શેર કરવા માટે
 1. WhatsApp Business ઍપ > સેટિંગ > બિઝનેસ ટૂલ > કેટલોગ ખોલો.
 2. તમે શેર કરવા માગતા હો તે પ્રોડક્ટ કે સેવા પસંદ કરો.
 3. વધુ વિકલ્પો પર દબાવો.
 4. પછી તમે કોઈ પ્રોડક્ટ કે સેવા ગમે ત્યારે તમારા સંપર્કો અને સંભવિત ખરીદદારો સાથે નીચેના વિકલ્પોમાંથી પસંદ કરીને ફોરવર્ડ કે શેર કરી શકો છો:
  • વસ્તુ ફોરવર્ડ કરો
   : WhatsApp Business ઍપ વડે વસ્તુ સીધી સંપર્કો સાથે શેર કરો.
  • શેર કરો
   : WhatsApp Business ઍપ, ઇમેઇલ કે અન્ય થર્ડ પાર્ટી મેસેજિંગ ઍપ વડે વસ્તુની લિંક શેર કરો.
નોંધ: કેટલોગ અને વસ્તુની લિંક આપમેળે બનતી હોવાથી એને શેર કરતા પહેલાં તેમાં ફેરફાર કરી શકાતો નથી.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં