'તરત જવાબ'ની સુવિધા કેવી રીતે વાપરવી

'તરત જવાબ'ની સુવિધાથી, તમે તમારા ગ્રાહકોને વારંવાર મોકલતા મેસેજ માટે શોર્ટકટ બનાવી શકો છો. જેમાં ફોટા અને વીડિયો જેવા મીડિયા મેસેજનો સમાવેશ થઈ શકે છે.
નોંધ: વધુમાં વધુ 50 તરત જવાબો સ્ટોર કરવાની મંજૂરી છે.
'તરત જવાબ'ની સુવિધા સેટ કરવા માટે
 1. WhatsApp Business ઍપમાં, વધુ વિકલ્પો
  > બિઝનેસ ટૂલ > તરત જવાબ પર દબાવો.
 2. ઉમેરો
  પર દબાવો.
 3. તમને ગમતો મેસેજ બનાવવા માટે મેસેજ લખો પર દબાવો.
  • નોંધ: મીડિયા ફાઇલો વેબ કે ડેસ્કટોપ પર 'તરત જવાબ'માં સપોર્ટ કરતી નથી.
 4. તમારા 'તરત જવાબ' માટેનો કીબોર્ડ શોર્ટકટ સેટ કરવા શોર્ટકટ પર દબાવો.
 5. સેવ કરો પર દબાવો.
ડિફોલ્ટ રીતે જવાબ આપવા માટે
તમારા ગ્રાહકો સાથે વાતચીત કરવાનું સરળ બનાવવા માટે, WhatsApp Business ઍપ તમારી બિઝનેસ પ્રોફાઇલમાંની માહિતીના આધારે તરત જવાબો બનાવે છે. તમે તમારો બિઝનેસનો સમય, તમારું સરનામું અથવા તો તમારી આખી પ્રોફાઇલ સહિતનો તરત જવાબ મોકલી શકો છો. આ ડિફોલ્ટ જવાબો જોવા માટે:
 • ચેટ ખોલો, મેસેજ લખો પર દબાવો અને "/" લખો અથવા
 • ચેટ ખોલો, જોડો
  > તરત જવાબ પર દબાવો.
'તરત જવાબ'ની સુવિધા વાપરવા માટે
જોડાણ તરીકે
 1. કોઈ ચેટ ખોલો.
 2. જોડો
  > તરત જવાબ પર દબાવો.
 3. મનપસંદ 'તરત જવાબ' પસંદ કરો. પસંદ કરેલો મેસેજ આપમેળે મેસેજ લખવાની જગ્યા પર દેખાશે.
 4. મેસેજમાં ફેરફાર કરો અથવા ફક્ત મોકલો
  પર દબાવો.
મેસેજ લખવાની જગ્યા પરથી
 1. કોઈ ચેટ ખોલો.
 2. મેસેજ લખો પર દબાવો, પછી "/" લખો. આ તમારા બધા 'તરત જવાબ'ને બતાવશે જેમાં ડિફોલ્ટ જવાબો પણ સામેલ હશે.
 3. મનપસંદ 'તરત જવાબ' પસંદ કરો. પસંદ કરેલો મેસેજ આપમેળે મેસેજ લખવાની જગ્યા પર દેખાશે.
 4. મેસેજમાં ફેરફાર કરો અથવા ફક્ત મોકલો
  પર દબાવો.
બિઝનેસ ટિપ: ડિફોલ્ટ જવાબો બનાવવા માટે તમારી બિઝનેસ પ્રોફાઇલમાં દરેક વિભાગને ભરવાનું યાદ રાખો જેમાં તમે તમારા સરનામાં, સમય અને બીજી ઘણી માહિતીનો ગ્રાહકોને જાણ કરવા માટે ઉપયોગ કરી શકો છો.
સંબંધિત લેખ:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં