વોઇસ કૉલ કેવી રીતે કરવો

વોઇસ કૉલિંગ તમને તમારા સંપર્કોને WhatsApp વાપરીને ફ્રીમાં કૉલ કરવાની સુવિધા આપે છે, તમે બીજા દેશમાં હો તો પણ. વોઇસ કૉલિંગ તમારા મોબાઇલ પ્લાનની મિનિટને બદલે તમારા ફોનનું ઇન્ટરનેટ કનેક્શન વાપરે છે. ઇન્ટરનેટનો ચાર્જ લાગી શકે છે.
નીચે આપેલા KaiOS વર્ઝન ચલાવતા KaiOS ફોન પર WhatsApp કૉલિંગ સપોર્ટ કરે છે:
  • 2.5.1.2 અને તે પછીના
  • 2.5.2.2 અને તે પછીના
  • 2.5.3 અને તે પછીના
વોઇસ કૉલ કરવા માટે
ચેટ ટેબમાંથી કૉલ કરવા માટે
  1. ચેટ ટેબ પર, તમે જેમને કૉલ કરવા માગો છો તે સંપર્ક પસંદ કરો.
  2. વિકલ્પો > વોઇસ કૉલ પર દબાવો.
કૉલ દરમિયાન, તમે મ્યૂટ કરો પર દબાવીને તમારા માઇક્રોફોનને મ્યૂટ કરી કે મ્યૂટ ખોલી શકો છો. કૉલ મૂકવા માટે કૉલ મૂકો પર દબાવો.
કૉલ ટેબમાંથી કૉલ કરવા માટે
  1. કૉલ ટેબ પર, નવો કૉલ કરો પર દબાવો.
  2. તમે જેમને વોઇસ કૉલ કરવા માંગતા હો તે સંપર્ક પસંદ કરો.
  3. કૉલ કરો પર દબાવો.
કૉલ ઉપાડવા માટે
જો તમને ઇનકમિંગ WhatsApp વોઇસ કૉલ આવી રહ્યો હોય તો તમે:
  • કૉલ ઉપાડવા માટે ઉપાડો પર દબાવી શકો છો.
  • કૉલ કાપવા માટે કાપો પર દબાવી શકો છો.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં