કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટ કેવી રીતે બંધ કે ચાલુ કરવી

તમે કોઈ ચોક્કસ સંપર્કની સ્ટેટસ અપડેટ બંધ કરી શકો છો, જેથી એ સ્ટેટસ ટેબમાં હવેથી ઉપર ન દેખાય.
કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટ બંધ કરવા માટે
  1. WhatsApp > સ્ટેટસ ખોલો.
  2. તમારે હવેથી જેની સ્ટેટસ અપડેટ ન જોવી હોય તેવો સંપર્ક પસંદ કરો.
  3. સ્ટેટસ અપડેટ બંધ કરો > સ્ટેટસ અપડેટ બંધ કરો પર દબાવો.
કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટ ચાલુ કરવા માટે
  1. WhatsApp > સ્ટેટસ ખોલો.
  2. બંધ કરેલી અપડેટ જોવા માટે નીચે સુધી જાઓ.
  3. તમારે જે સંપર્કની સ્ટેટસ અપડેટ ચાલુ કરવી હોય તેને પસંદ કરો.
  4. સ્ટેટસ અપડેટ ચાલુ કરો > સ્ટેટસ અપડેટ ચાલુ કરો પર દબાવો.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં